છત્તીસગઢની ભાજપ સરકાર, તેની બધી ગેરંટીઓ પૂર્ણ કરી રહી છે: પ્રધાનમંત્રી
નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે,” છત્તીસગઢમાં ભાજપ સરકાર તેની બધી ગેરંટીઓ ઝડપથી પૂર્ણ કરી રહી છે. આ નિષ્ઠાવાન પ્રયત્નોનું પરિણામ છે. આના કારણે લોકોનો ભાજપ પર વિશ્વાસ વધી રહ્યો છે.” તેમણે
મોદી


નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે,”

છત્તીસગઢમાં ભાજપ સરકાર તેની બધી ગેરંટીઓ ઝડપથી પૂર્ણ કરી રહી છે. આ નિષ્ઠાવાન

પ્રયત્નોનું પરિણામ છે. આના કારણે લોકોનો ભાજપ પર વિશ્વાસ વધી રહ્યો છે.” તેમણે

કહ્યું કે,” આ વર્ષ છત્તીસગઢનું રજત જયંતિ વર્ષ છે અને સંયોગથી, અટલજીની

જન્મજયંતિનું શતાબ્દી વર્ષ છે. છત્તીસગઢ સરકાર 2025 ને અટલ નિર્માણ વર્ષ તરીકે ઉજવી રહી છે. આપણો

સંકલ્પ છે- 'આપણે તેને

બનાવ્યું છે, અમે જ તેનું

ધ્યાન રાખીશું.'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​છત્તીસગઢના બિલાસપુરમાં 33,700 કરોડ રૂપિયાથી

વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આમાં ગરીબો માટે ઘરો, શાળાઓ, રસ્તાઓ, રેલ્વે, વીજળી અને ગેસ

પાઇપલાઇનનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ

કહ્યું કે,” ધીમે ધીમે છત્તીસગઢની છબી અને ભાગ્ય બંને બદલાઈ રહ્યા છે. છત્તીસગઢ 100% ઇલેક્ટ્રિક રેલ

નેટવર્કમાં જોડાયું છે. છત્તીસગઢની બહેનોને આપેલું વચન પૂર્ણ થયું છે. ડાંગરના

ખેડૂતોને બે વર્ષનું બાકી રહેલું બોનસ મળ્યું છે. વધેલા એમએસપીપર ડાંગર

ખરીદવામાં આવ્યો છે. આના કારણે લાખો ખેડૂત પરિવારોને હજારો કરોડ રૂપિયા મળ્યા છે.

કોંગ્રેસ સરકાર દરમિયાન અહીં ભરતી પરીક્ષાઓમાં ઘણા કૌભાંડો થયા હતા. ભાજપ સરકારે

ભરતી પરીક્ષાઓમાં થયેલા કૌભાંડોની તપાસના આદેશ આપ્યા છે. અમારી સરકાર સંપૂર્ણ

પારદર્શિતા સાથે પરીક્ષાઓ યોજી રહી છે.”

આ દરમિયાન, પ્રધાનમંત્રીએ ભારતીય જનતા પાર્ટીની સરકારો દ્વારા આદિવાસી

સમાજ માટે, હાથ ધરવામાં આવી રહેલા વિશેષ અભિયાનોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે,”

અમે 'ધરતી આબા આદિવાસી

વિકાસ અભિયાન' શરૂ કર્યું.

પહેલી વાર, અમારી સરકારે

અત્યંત પછાત આદિવાસીઓ માટે 'પીએમ જનમન' યોજના બનાવી છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે,” છત્તીસગઢ માતા મહામાયાની ભૂમિ છે, માતા કૌશલ્યાનું પિયર

છે. આવી સ્થિતિમાં, માતૃશક્તિને

સમર્પિત 9 દિવસ છત્તીસગઢ

માટે ખૂબ જ ખાસ છે અને તે તેમનું સૌભાગ્ય છે કે, તેઓ નવરાત્રિના પહેલા દિવસે અહીં

પહોંચ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande