પ્રધાનમંત્રીએ, દીક્ષા ભૂમિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નાગપુર, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નાગપુરની મુલાકાતે છે. આ વખતે તેઓ દીક્ષા ભૂમિ ગયા અને મહાન પુરુષ ડૉ. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધને, શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી દ
નમો


નાગપુર, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નાગપુરની મુલાકાતે છે. આ વખતે તેઓ દીક્ષા ભૂમિ

ગયા અને મહાન પુરુષ ડૉ. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધને, શ્રદ્ધાંજલિ આપી. આ

પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન

ગડકરી પણ હાજર હતા.

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે,” બાબા સાહેબ ડૉ. આંબેડકરના

પંચતીર્થોમાંના એક, નાગપુરની દીક્ષા

ભૂમિમાં આવવાનો લહાવો મળવાથી હું અભિભૂત છું. આ પવિત્ર સ્થળના વાતાવરણમાં

બાબાસાહેબના સામાજિક સંવાદિતા, સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોનો સરળતાથી અનુભવ કરી શકાય છે.

દીક્ષા ભૂમિ આપણને ગરીબ, વંચિત અને

જરૂરિયાતમંદોને સમાન અધિકારો અને ન્યાય આપીને આગળ વધવાની ઊર્જા આપે છે. મને પૂર્ણ

વિશ્વાસ છે કે, આ અમર યુગમાં, આપણે ડૉ. આંબેડકરના ઉપદેશો અને મૂલ્યોનું પાલન કરીશું. આ

દેશને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જશે.”

મોદીએ કહ્યું કે,” વિકસિત અને સમાવેશી ભારતનું નિર્માણ એ

બાબા સાહેબને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.”

હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / સી.પી. સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande