સંઘનું વટવૃક્ષ, આદર્શો અને સિદ્ધાંતો પર આધારિત છે: પ્રધાનમંત્રી
-મોદી માધવ નેત્રાલયના, વિસ્તૃત મકાનના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપી નાગપુર, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક વટવૃક્ષ જેવું છે અને આ વટવૃક્ષ છેલ્લા 100 વર્ષથી આ
નમો


-મોદી માધવ નેત્રાલયના, વિસ્તૃત મકાનના ભૂમિપૂજન

સમારોહમાં હાજરી આપી

નાગપુર, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક વટવૃક્ષ જેવું

છે અને આ વટવૃક્ષ છેલ્લા 100 વર્ષથી આદર્શો

અને સિદ્ધાંતો પર ઊભું છે. કોઈપણ દેશનું અસ્તિત્વ તે દેશની સંસ્કૃતિના વિસ્તરણ પર

આધાર રાખે છે, જે પેઢી દર પેઢી

પ્રગતિ કરતી રહે છે. દેશ પર અનેક વિદેશી આક્રમણો થયા, સંસ્કૃતિનો નાશ

કરવાના પ્રયાસો થયા પરંતુ ભારતીય સંસ્કૃતિની ચેતના ક્યારેય ખતમ થઈ નહીં.”

પ્રધાનમંત્રી મોદી રવિવારે નાગપુરમાં માધવ નેત્રાલયના

પ્રીમિયમ સેન્ટર બિલ્ડિંગના ભૂમિપૂજન કાર્યક્રમને, સંબોધિત કરી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈપણ દેશનું અસ્તિત્વ તેની સંસ્કૃતિના વિસ્તરણ પર આધાર

રાખે છે, જે પેઢી દર પેઢી

પ્રગતિ કરતી રહે છે. આપણા દેશ પર અનેક વિદેશી આક્રમણો થયા, આપણી સંસ્કૃતિનો

નાશ કરવાના પ્રયાસો થયા, છતાં ભારતીય

સંસ્કૃતિની ચેતના ક્યારેય ખતમ થઈ નહીં. આ ચેતના જાળવી રાખવા માટે, ભારતમાં અનેક

આંદોલનો યોજવામાં આવ્યા. ભક્તિથી ભરેલા આંદોલનો આના ઉદાહરણો છે.”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,” આપણા સંતોએ સમાજમાં આ ચેતના

જાગૃત કરી. મહારાષ્ટ્રના સંત તુકારામ, સંત એકનાથ, સંત નામદેવ અને સંત જ્ઞાનેશ્વરે આ કાર્ય કર્યું. પછી સ્વામી

વિવેકાનંદે, તેને આગળ વધાર્યું. સ્વતંત્રતા સંગ્રામ પહેલા, ડૉ. હેડગેવાર અને

ગુરુજી ગોલવલકરે પણ, આ રાષ્ટ્રીય ચેતનાને પ્રોત્સાહન આપ્યું હતું. જે વટવૃક્ષનું

બીજ તેમણે ૧૦૦ વર્ષ પહેલાં વાવ્યું હતું તે આજે એક વિશાળ સ્વરૂપમાં ફેલાઈ ગયું છે.”

મોદીએ એમ પણ કહ્યું કે,” સંઘનું આ વટવૃક્ષ તેના આદર્શો અને સિદ્ધાંતોને કારણે ટકી

શક્યું છે.”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિનું

ક્યારેય ન સમાપ્ત થતું અક્ષય વટવૃક્ષ છે. તેમણે કહ્યું કે,” સંઘ એક સતત ચાલતો યજ્ઞ

પણ છે, જે બાહ્ય અને

આંતરિક દ્રષ્ટિકોણથી કાર્ય કરે છે. બાહ્ય રીતે, માધવ નેત્રાલય જેવી પહેલ છે, જ્યારે આંતરિક રીતે સંઘ સેવા કાર્ય દ્વારા, આગળ

વધે છે. આ સેવાકીય વિધિઓ અને સાધના દરેક સ્વયંસેવક માટે જીવનદાયી છે. દરેક

સ્વયંસેવક પેઢી દર પેઢી આનાથી પ્રેરિત થઈ રહ્યા છે જે તેમને સતત આગળ વધતા રાખે છે.

આ કારણોસર સ્વયંસેવકો ક્યારેય થાકતા નથી, ક્યારેય અટકતા નથી.”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આપણે જોઈએ છીએ કે, સંઘના સ્વયંસેવકો પોતાનું

સેવા કાર્ય ચાલુ રાખે છે,

પછી ભલે તે

પર્વતીય વિસ્તાર હોય, દરિયાકાંઠાનો

વિસ્તાર હોય કે, જંગલ વિસ્તાર હોય. પ્રયાગરાજમાં, આપણે જોયું કે, સ્વયંસેવકોએ લાખો લોકોને મદદ

કરી. જ્યાં પણ સેવા કાર્ય હોય, ત્યાં સ્વયંસેવકો હોય છે. કુદરતી આફતો હોય કે અન્ય કટોકટી

હોય, સ્વયંસેવકો ત્યાં

શિસ્તબદ્ધ સૈનિકોની જેમ પહોંચે છે અને સેવાની ભાવનાથી કામ કરે છે.

પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે,” ભારત સેંકડો વર્ષોથી

વિદેશી આક્રમણોનો ભોગ બન્યું છે. ઘણા ક્રૂર આક્રમણકારોએ, આપણી સભ્યતા અને

સંસ્કૃતિનો નાશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ ભારતીયતાના મૂળને ક્યારેય નષ્ટ કરી શક્યું

નહીં. ભારતીય સંસ્કૃતિને જાળવવા અને જીવંત રાખવા માટે દેશમાં અનેક ચળવળો થઈ.

તેમાંથી, ભક્તિ ચળવળ

મહત્વપૂર્ણ હતી. આપણા દેશના મહાન સંતોએ ભક્તિ ચળવળ દ્વારા, રાષ્ટ્રીય વિચારધારાને

જીવંત રાખી અને સમાજમાં રહેલા અંતરને દૂર કરીને બધાને એક સાથે બાંધવાનું કામ

કર્યું.”

આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી

નીતિન ગડકરી, સરસંઘચાલક ડૉ.

મોહન ભાગવત, સ્વામી અવધેશાનંદ

ગિરિ અને સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજ મુખ્યત્વે હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ.

કેશવ બલિરામ હેડગેવારની જન્મજયંતિ, વર્ષ પ્રતિપદા (ગુડી પડવા) ના દિવસે ઉજવવામાં

આવે છે. રવિવારે, નરેન્દ્ર મોદીએ

પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. મોદીએ રેશમબાગમાં

આવેલી સ્મૃતિ સમાધિ આદ્ય સરસંઘચાલક ડૉ.

કેશવ બલિરામ હેડગેવાર અને દ્વિતીય સરસંઘચાલક ગુરુજી ગોલવલકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / સુનિલ કુમાર સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande