લંડન, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ). ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) એ મંગળવારે શાર્લેટ એડવર્ડ્સને, ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એડવર્ડ્સે, તેમના 20 વર્ષના ક્રિકેટ કારકિર્દીમાં તેમના દેશ માટે 300 થી વધુ મેચ રમી છે અને બે વર્લ્ડ કપ અને પાંચ વખત એશિઝ ટ્રોફી જીતી છે.
2017 માં નિવૃત્તિ લીધા પછી એડવર્ડ્સે, અંગ્રેજી સ્થાનિક ક્રિકેટ અને વૈશ્વિક ટી-20 લીગમાં કોચિંગ આપ્યું છે. તેણીએ સધર્ન વાઇપર્સ, ધ હંડ્રેડમાં સધર્ન બ્રેવ, વિમેન્સ બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ અને વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે સફળતાનો આનંદ માણ્યો છે.
પોતાની નિમણૂક પર ખુશી વ્યક્ત કરતા એડવર્ડ્સે કહ્યું, હું ફરીથી ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના નેતૃત્વનો ભાગ બનવાનો આનંદ અનુભવું છું. આ ટીમને આગળ લઈ જવી અને તેને સફળતા તરફ દોરી જવી એ મારા માટે ગર્વની વાત છે. થ્રી લાયન (ઈંગ્લેન્ડ રાષ્ટ્રીય ટીમનો લોગો) ફરીથી પહેરવો એ મારા માટે વિશ્વનો સૌથી મોટુ સન્માન છે. ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે અને હું હંમેશા આ ટીમ અને તેના વારસાને સમર્પિત રહીશ. અમારી પાસે પ્રતિભાશાળી ખેલાડીઓનું એક મહાન જૂથ છે, અને હું તેમની સાથે કામ કરવા અને તેમને વ્યક્તિગત અને ટીમ સ્તરે આગળ લઈ જવા માટે ઉત્સાહિત છું.
આપણી સામે બે ઘરઆંગણે શ્રેણીનો ઝડપી પડકાર છે, ત્યારબાદ આ વર્ષના અંતમાં ભારતમાં આઈસીસી મહિલા વર્લ્ડ કપનો કાર્યક્રમ છે. આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ પણ યોજાશે, ત્યારબાદ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં મહિલા ક્રિકેટનો પ્રથમ દેખાવ થશે. હું આ ટીમ સાથે ટ્રોફી જીતવા અને તેને આગળ વધારવા માટે ઉત્સુક છું, તેણીએ ઉમેર્યું.
જ્યારે અમે આ પદ માટે માપદંડ નક્કી કર્યા ત્યારે તે ઝડપથી સ્પષ્ટ થઈ ગયું કે, શાર્લેટ એડવર્ડ્સ શ્રેષ્ઠ ઉમેદવાર હતા, ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટના ઈસીબી ડેપ્યુટી સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ક્લેર કોનોરે જણાવ્યું.
તેમણે વધુમાં ઉમેર્યું, તેમની પાસે આ ટીમને સફળતા તરફ દોરી જવાનો અનુભવ, જુસ્સો અને કુશળતા છે. મુખ્ય કોચ તરીકે, તેમણે વિવિધ ટીમો સાથે ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે. આ તેમના સતત પ્રયાસો અને ઉચ્ચ ધોરણોનો પુરાવો છે. તે એક સાબિત વિજેતા છે જેણે ખેલાડી તરીકે અને હવે કોચ તરીકે સતત સફળતા પ્રાપ્ત કરી છે.
શાર્લેટ એડવર્ડ્સ હાલમાં હેમ્પશાયરથી ઈસીબી માં જોડાય છે. ઈંગ્લેન્ડ મહિલા ટીમના મુખ્ય કોચ તરીકેનો તેમનો પહેલો મુકાબલો 21 મેના રોજ કેન્ટરબરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે. ઈંગ્લેન્ડ મહિલા ટીમના નવા કેપ્ટનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ