ગાઝા શહેર, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.). ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે, પેલેસ્ટિનિયન કટ્ટરપંથી સંગઠન હમાસ બેચેન બની ગયું છે. તેમણે શરત મૂકી છે કે, ઇઝરાયલી દળો ગાઝામાંથી સંપૂર્ણપણે પાછા ખેંચી લેવા જોઈએ. ઉપરાંત, જો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવે છે, તો બદલામાં ઇઝરાયલી કેદીઓને પણ મુક્ત કરવામાં આવશે. આ પછી યુદ્ધનો પણ અંત આવશે. જોકે, હમાસના આ નવા પ્રસ્તાવ પર ઇઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
હમાસના વરિષ્ઠ અધિકારી ખલીલ અલ-હૈયાએ, ગુરુવારે રાત્રે એક ટેલિવિઝન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ ઓફર તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જો આ અંગે સંમતિ સાધવામાં આવે તો ગાઝામાં દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવી શકે છે. જોકે, હમાસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે ઇઝરાયલની હમાસ ના શસ્ત્રો છોડી દેવાની માંગને સ્વીકારશે નહીં. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઇઝરાયલે 45 દિવસના કામચલાઉ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમાં એવી શરત મૂકવામાં આવી હતી કે, હમાસે તેના શસ્ત્રો સંપૂર્ણપણે છોડી દેવા પડશે. હમાસ દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સી.પી. સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ