લખનૌ કન્ઝ્યુમર ફોરમે, એલન મસ્કની એક્સ કોર્પને નોટિસ ફટકારી
નવી દિલ્હી, ૦2 એપ્રિલ (હિ.સ.) આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતાભ ઠાકુર દ્વારા, સોશિયલ મીડિયા સાઇટ એક્સ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર જિલ્લા ગ્રાહક મંચ લખનૌએ, એલન મસ્કની કંપની એક્સકોર્પને નોટિસ જારી કરી છે. આઝાદ અધિકાર
એક્સ


નવી દિલ્હી, ૦2 એપ્રિલ (હિ.સ.) આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ

અમિતાભ ઠાકુર દ્વારા, સોશિયલ મીડિયા સાઇટ એક્સ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર જિલ્લા

ગ્રાહક મંચ લખનૌએ, એલન મસ્કની કંપની એક્સકોર્પને નોટિસ જારી કરી છે.

આઝાદ અધિકાર સેનાના પ્રવક્તા ડૉ. નૂતન ઠાકુરે બુધવારે એક

વોટ્સએપ ગ્રુપમાં, આ માહિતી શેર કરી. અમિતાભ ઠાકુરે પોતાના દાવામાં કહ્યું છે કે,”

પહેલા એક્સપર બ્લુ ટિક

પ્રીમિયમ એકાઉન્ટ આપવા માટે પૈસા માંગવા અને પછી એકાઉન્ટ વેરિફાઇ કરવું સંપૂર્ણપણે

ખોટું છે.” તેમણે કહ્યું કે,” વ્યક્તિને પ્રીમિયમ ખાતું પૂરું પાડવા અંગેની ચકાસણી

પૈસા મેળવતા પહેલા થવી જોઈએ, પૈસા મેળવ્યા પછી નહીં. એક્સએ પણ સ્પષ્ટ

કર્યું નથી કે, જો કોઈ વ્યક્તિ ચકાસણીયોગ્ય ન હોય તો તેના પૈસા વ્યાજ સાથે પરત

કરવામાં આવશે કે, વ્યાજ વગર. આ ઉપરાંત, ગ્રાહકોને એક યોજનાથી બીજી યોજનામાં અપગ્રેડ કરવાનો, પ્રયાસ

કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.”

તેમાં કહેવામાં આવ્યું છે કે,” તે એ જ પ્લેટફોર્મ પર હોઈ

શકે છે જેના પર પહેલાનું એકાઉન્ટ લેવામાં આવ્યું હતું, પરંતુ ઘણીવાર

પહેલાના એકાઉન્ટ પર અપગ્રેડ શક્ય નથી હોતું અને બીજા પ્લેટફોર્મ પર વધુ પૈસા

ચૂકવવા પડે છે.”

અમિતાભ ઠાકુરે આને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ અન્યાયી વેપાર

પ્રથા ગણાવી છે અને આ શરતોનો અંત લાવવાની માંગ કરી છે. આ ઉપરાંત વળતર તરીકે, 10,000 રૂપિયા આપવાની

પણ માંગ કરવામાં આવી હતી. ફોરમે એક્સ કોર્પને નોટિસ જારી કરી છે અને તેનો જવાબ

આપવા જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande