- શંકાસ્પદ બોટને
કાબૂમાં લેવામાં આવી હતી અને ક્રૂ મેમ્બર્સની વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી.
નવી દિલ્હી, ૦2 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમી નૌકાદળ કમાન્ડના ફ્રન્ટલાઈન
ફ્રિગેટ આઇએનએસતરકશે પશ્ચિમી
હિંદ મહાસાગરમાં એક શંકાસ્પદ બોટમાંથી 2500 કિલોથી વધુ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. ભારતીય
નૌકાદળે જાન્યુઆરીથી પશ્ચિમ હિંદ મહાસાગરમાં, દરિયાઈ સુરક્ષા કામગીરી માટે આઇએનએસતરકશ તૈનાત
કર્યું છે, જે સંયુક્ત ટાસ્ક
ફોર્સને સક્રિયપણે ટેકો આપે છે. બહેરીનમાં હાથ ધરવામાં આવી રહેલ આ કામગીરી સંયુક્ત
દરિયાઈ દળો (સીએમએફ) નો એક ભાગ છે.
ભારતીય ફ્રન્ટલાઈન ફ્રિગેટ બહુરાષ્ટ્રીય દળોના સંયુક્ત ફોકસ
ઓપરેશન 'એન્ઝાક ટાઇગર'માં ભાગ લઈ
રહ્યું છે. આ જ પેટ્રોલિંગ દરમિયાન, 31 માર્ચે, ભારતીય નૌકાદળના દરિયાઈ જાસૂસી વિમાન પી-8I તરફથી આ
વિસ્તારમાં શંકાસ્પદ જહાજો કાર્યરત હોવા અંગે અનેક માહિતી મળી હતી. આ જહાજો
ડ્રગ્સની દાણચોરી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા. બદલામાં, આઇએનએસતરકશે શંકાસ્પદ
જહાજોને અટકાવવા માટે તરત જ પોતાનો માર્ગ બદલી નાખ્યો. મુંબઈમાં મેરીટાઇમ ઓપરેશન્સ
સેન્ટર સાથે સંકલિત પ્રયાસોના કારણે, જહાજે આસપાસના તમામ શંકાસ્પદ જહાજોની પૂછપરછ કર્યા પછી, એક શંકાસ્પદ
બોટને અટકાવી.
ત્યારબાદ ભારતીય યુદ્ધજહાજે શંકાસ્પદ જહાજની ગતિવિધિઓ પર
નજર રાખવા અને આ વિસ્તારમાં કાર્યરત અન્ય જહાજોને ઓળખવા માટે તેનું હેલિકોપ્ટર
લોન્ચ કર્યું. મરીન કમાન્ડો સાથે એક નિષ્ણાત બોર્ડિંગ ટીમ શંકાસ્પદ જહાજ પર ચઢી
અને તેની સંપૂર્ણ તપાસ હાથ ધરી. આ સમય દરમિયાન ઘણા સીલબંધ પેકેટ મળી આવ્યા. વધુ
તપાસમાં જહાજના વિવિધ કાર્ગો હોલ્ડ અને કમ્પાર્ટમેન્ટમાં 2,500 કિલોથી વધુ માદક
દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો,
જેમાં 2386 કિલો હશીશ અને 121 કિલો હેરોઈનનો
સમાવેશ થાય છે. શંકાસ્પદ બોટને આઇએનએસતરકશના નિયંત્રણમાં લેવામાં આવી હતી અને ક્રૂ સભ્યોની
વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી.
નૌકાદળના જણાવ્યા અનુસાર, “આ જપ્તી સમુદ્રમાં ડ્રગની દાણચોરી સહિતની
ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં દખલ કરવા અને તેને અટકાવવામાં ભારતીય નૌકાદળની અસરકારકતા
અને વ્યાવસાયીકરણને રેખાંકિત કરે છે. ભારતીય નૌકાદળની બહુરાષ્ટ્રીય કવાયતોમાં
ભાગીદારીનો હેતુ હિંદ મહાસાગર ક્ષેત્ર (આઈઓઆર) માં આંતરરાષ્ટ્રીય પાણીમાં સુરક્ષા, સ્થિરતા અને
સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. આ કામગીરી ભારતીય નૌકાદળની દરિયાઈ ગુનાઓ સામે
લડવા અને પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવા માટેની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂકે
છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનિત નિગમ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ