નવી દિલ્હી, 02 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ભારતના શિક્ષણ ક્ષેત્રમાં થયેલા ઐતિહાસિક ફેરફારો પર પ્રકાશ પાડ્યો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020 ની પ્રશંસા કરી, તેને ભારતનું બૌદ્ધિક પુનર્જાગરણ ગણાવતા તેમણે કહ્યું કે, આ શિક્ષણ અને નવીનતા દ્વારા આત્મનિર્ભર, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રાષ્ટ્ર માટે માર્ગ મોકળો કરશે.
પ્રધાનમંત્રીએ, બુધવારે ઇન્સ્ટાગ્રામ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પોસ્ટનો જવાબ આપતા લખ્યું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને છેલ્લા દાયકામાં ભારતના શિક્ષણ ક્ષેત્રમાં કેવી રીતે ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે, તે પ્રકાશિત કર્યું છે. એનઈપી 2020 એ સુધારા કરતાં ઘણું વધારે છે, તે ભારતનું બૌદ્ધિક પુનર્જાગરણ છે, જે શિક્ષણ અને નવીનતા દ્વારા આત્મનિર્ભર, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રાષ્ટ્ર માટે માર્ગ મોકળો કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ