પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીની તબિયત ખરાબ, કરાચીની હોસ્પિટલમાં દાખલ
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 02 એપ્રિલ (હિ.સ.). પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને, કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે. તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે. તેમ
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી


ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 02 એપ્રિલ (હિ.સ.). પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને, કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે. તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે. તેમના હોસ્પિટલમાં દાખલ થવાના મીડિયા અહેવાલો બાદ, વડા પ્રધાન શાહબાઝ શરીફે, મંગળવારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનો સંપર્ક કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

જોકે, ડોન અખબારના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ કાર્યાલય અથવા પીપીપી તરફથી તેના સહ-અધ્યક્ષના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સવારે મીડિયા આઉટલેટ્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઝરદારીને નવાબશાહથી લાવવામાં આવ્યા બાદ, કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્ટીના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, તેમના કેટલાક પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે અને તેમને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.

પ્રેસ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડા પ્રધાન શાહબાઝે રાષ્ટ્રપતિનો સંપર્ક કર્યો અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. દરમિયાન, સિંધના ગવર્નર કામરાન ટેસોરીના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેમણે ઝરદારીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે રાષ્ટ્રપતિના ચિકિત્સક ડૉ. અસીમ હુસૈનને ફોન કર્યો હતો અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

ઓક્ટોબર 2024 માં, રાષ્ટ્રપતિનો વિમાનમાંથી ઉતરતી વખતે પડી ગયા પછી પગ ફ્રેક્ચર થયું હતું. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તપાસ પછી, ડૉક્ટરે તેના પગ પર પ્લાસ્ટર લગાવ્યું. 69 વર્ષીય રાષ્ટ્રપતિ તાજેતરના વર્ષોમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. માર્ચ 2023 માં, તેમણે સંયુક્ત આરબ અમીરાતમાં આંખની સર્જરી કરાવી. 2022 માં તેમને છાતીમાં ચેપની સારવાર માટે કરાચીની ડૉ. ઝિયાઉદ્દીન હોસ્પિટલમાં એક અઠવાડિયા માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર અને પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના જણાવ્યા અનુસાર, જુલાઈ 2022 માં તેમનો કોવિડ-19 માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેમને ફક્ત હળવા લક્ષણો જ જોવા મળ્યા હતા. એક વર્ષ પહેલા, સતત મુસાફરીને કારણે થાક લાગવાને કારણે, ઝરદારીને કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande