પાકિસ્તાનના બલુચિસ્તાનના બરખાન જિલ્લામાં, ભૂકંપના આંચકા અનુભવાયા
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) પાકિસ્તાનના કરાચીમાં ભૂકંપના થોડા કલાકો પછી, આજે સવારે બલુચિસ્તાનના બરખાન જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, તાત્કાલિક કોઈ નુકસાનના અહેવાલ નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્
પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા


ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) પાકિસ્તાનના કરાચીમાં ભૂકંપના થોડા કલાકો પછી, આજે સવારે બલુચિસ્તાનના બરખાન જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, તાત્કાલિક કોઈ નુકસાનના અહેવાલ નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 હતી અને તે 12 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બરખાનથી 59 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત હતું.

આ માહિતી જિયો ન્યૂઝ ચેનલના સમાચારમાં આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઈદના દિવસે પણ કરાચીના વિવિધ વિસ્તારોમાં સાંજે 4 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કરાચીમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.7 હતી અને તેનું કેન્દ્ર શહેરથી 75 કિલોમીટર ઉત્તરમાં સ્થિત હતું. ભૂકંપના આંચકા બાદ કોઈ નુકસાન થયું ન હોવા છતાં, લોકોમાં ગભરાટ ફેલાયો હતો. યુએસજીએસ અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.6 હતી અને તેનું કેન્દ્ર બલુચિસ્તાનમાં ઉથલથી 65 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 10 કિમીની ઊંડાઈએ હતું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande