નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.) બોલિવૂડના દમદાર અભિનેતા સની દેઓલ છેલ્લે 'ગદર-2'માં જોવા મળ્યા
હતા, જેમાં, તેમના
અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. હવે સની દેઓલ ટૂંક સમયમાં ઘણી દમદાર ફિલ્મોમાં જોવા
મળશે, જેમાંથી એક 'જાટ' છે. આ ફિલ્મનું
દિગ્દર્શન ગોપીચંદ માલીનેનીએ કર્યું છે.
ચાહકોનો ઉત્સાહ વધારતા, હવે નિર્માતાઓએ ફિલ્મ 'જાટ'નું પહેલું ગીત 'ટચ કિયા' રિલીઝ કર્યું છે.
આ ગીતના લોન્ચ સાથે જ દર્શકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
ઉર્વશી રૌતેલા ફિલ્મ 'જાટ'ના પહેલા ગીત 'ટચ કિયા'માં પોતાના
અદ્ભુત ડાન્સથી બધાનું ધ્યાન ખેંચી રહી છે. ઉર્વશીના અભિનય વિશે ભલે અલગ અલગ
મંતવ્યો હોય, પણ તેના ડાન્સ
નંબર હંમેશા હિટ રહે છે. તેના ડાન્સની લચક અને કાતિલાના અંદાજે આ ગીતનો માહોલ
બનાવી દીધો છે. ફિલ્મની વાર્તાને સંતુલિત કરવા માટે ઘણીવાર ડાન્સ નંબર ઉમેરવામાં
આવે છે અને 'જાટ'ના આ ગીત 'ટચ કિયા'માં, ઉર્વશી રૌતેલાનો
અદ્ભુત નૃત્ય દર્શકોને ખૂબ ગમ્યુ છે. આ ગીતને મધુવંતી બાગચી અને શાહિદ માલ્યાએ
અવાજ આપ્યો છે.
દિગ્દર્શક ગોપીચંદ માલીનેનીની આગામી ફિલ્મ 'જાટ'નું નિર્માણ
મૈત્રી મૂવી મેકર્સ અને પીપલ મીડિયા ફેક્ટરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ
ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે.જ્યારે રણદીપ
હુડ્ડા, પ્રશાંત બજાજ, સૈયામી ખેર, રેજીના કેસેન્ડ્રા
અને વિનીત કુમાર સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા એક વિલનની ભૂમિકામાં જોવા મળશે, જે વાર્તામાં
મોટો વળાંક લાવશે. 'જાટ' 10 એપ્રિલે,
હિન્દી, મલયાલમ, તેલુગુ, કન્નડ અને તમિલ
ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ