હોલીવુડ અભિનેતા વૈલ કિલ્મરનુ, 65 વર્ષની વયે અવસાન
નવી દિલ્હી, ૦2 એપ્રિલ (હિ.સ.) પ્રખ્યાત હોલીવુડ અભિનેતા વૈલ કિલ્મરનું ગઈકાલે રાત્રે લોસ એન્જલસમાં અવસાન થયું. 65 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ ન્યુમોનિયાને કારણે થયું હતું. આ દુઃખ
વૈલ


નવી દિલ્હી, ૦2 એપ્રિલ (હિ.સ.) પ્રખ્યાત હોલીવુડ અભિનેતા વૈલ કિલ્મરનું ગઈકાલે રાત્રે લોસ

એન્જલસમાં અવસાન થયું. 65 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. અહેવાલો

અનુસાર, તેમનું મૃત્યુ

ન્યુમોનિયાને કારણે થયું હતું. આ દુઃખદ સમાચારની પુષ્ટિ તેમની પુત્રી મર્સિડીઝ

કિલ્મરે પોતે કરી છે.

વૈલ કિલ્મરનું અચાનક અવસાન, તેમના ચાહકો માટે એક મોટો આઘાત

સમાન છે. તેમના પરિવારમાં પુત્રી મર્સિડીઝ અને પુત્ર જેક છે.જેઓ આ મુશ્કેલ

સમયમાં તેમની પડખે રહ્યા.

હોલીવુડ અભિનેતા વૈલ કિલ્મરના અચાનક અવસાનથી તેમના ચાહકો

અને ફિલ્મ ઉદ્યોગ શોકમાં ડૂબી ગયા છે. એક ઇન્ટરવ્યુમાં, તેમની પુત્રી

મર્સિડીઝ કિલ્મરે જણાવ્યું હતું કે,” અભિનેતાને 2014 માં ગળાના કેન્સરનું નિદાન થયું હતું, ત્યારબાદ તેમની

વર્ષો સુધી સારવાર કરવામાં આવી હતી. આ ગંભીર બીમારીની તેમના અવાજ અને સ્વાસ્થ્ય પર

ઊંડી અસર પડી.જેના કારણે તેમને બોલવામાં તકલીફ પડવા લાગી. છેલ્લા દાયકાથી, કિલ્મર તેમના

સ્વાસ્થ્યને કારણે સમાચારમાં રહ્યા છે. જોકે, 2021 માં તેમણે પોતાને કેન્સર મુક્ત જાહેર કર્યા, જે તેમના ચાહકો

માટે મોટી રાહત સમાન હતું. તેમની લડાઈ હિંમત અને દૃઢ નિશ્ચયનું ઉદાહરણ બની ગઈ, જેને લોકો હંમેશા

યાદ રાખશે.”

હોલીવુડના દિગ્ગજ અભિનેતા વૈલ કિલ્મર એવા પસંદગીના

કલાકારોમાંના એક હતા જેમણે પોતાના શાનદાર અભિનય અને દમદાર પડદા પરની હાજરીથી લાખો

ચાહકોના દિલ જીતી લીધા. તેમણે 1980ના દાયકામાં પોતાની કારકિર્દી શરૂ કરી અને ધીમે

ધીમે ઉદ્યોગના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક બન્યા. કિલ્મરની પ્રતિભા અને અભિનય

કૌશલ્યએ, તેમને હોલીવુડમાં એક અલગ ઓળખ આપી, જેને તેમના ચાહકો હંમેશા યાદ રાખશે. તેમની લોકપ્રિય

ફિલ્મોમાં 'ટોપ ગન', 'રીયલ જીનિયસ', 'વિલો', 'હીટ' અને 'ધ સેન્ટ'નો સમાવેશ થાય

છે. તેમનો અભિનય હંમેશા યાદ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande