ફિલ્મ 'છોરી-2' નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, દર્શકોની ઉત્સુકતા ચરમસીમાએ
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ.) નુસરત ભરૂચાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'છોરી 2'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 'છોરી' ના પહેલા ભાગમાં નુસરતના શાનદાર અભિનયની માત્ર દર્શકોએ જ નહીં, પરંતુ વિવેચકો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી. હવે જ્યારે ફિલ્મનો
ફિલ્મ 'છોરી 2'નું પોસ્ટર


નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ.) નુસરત ભરૂચાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'છોરી 2'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 'છોરી' ના પહેલા ભાગમાં નુસરતના શાનદાર અભિનયની માત્ર દર્શકોએ જ નહીં, પરંતુ વિવેચકો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી. હવે જ્યારે ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થવાનો છે, ત્યારે દર્શકોની ઉત્સુકતા ચરમસીમાએ છે. ટ્રેલરે દર્શકોમાં ફિલ્મ પ્રત્યેની રુચિ વધુ વધારી દીધી છે. 'છોરી-2'માં, નુસરત ફરી એકવાર સાક્ષીના પાત્રમાં જોવા મળશે અને આ વખતે ડર વધુ હશે.

ટ્રેલર જોયા પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે, નુસરત ભરૂચા ફરી એકવાર એવી વાર્તા લઈને આવી રહી છે, જે તમારા રુવાડા ઉભા કરી દેશે. 'છોરી 2'નું ટ્રેલર ફરી એકવાર દર્શકોને સાક્ષીની ભૂતિયા દુનિયામાં લઈ જાય છે, પરંતુ આ વખતે વાર્તા વધુ ડરામણી, રહસ્યમય અને ઘાતક લાગે છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે, તેની વાર્તા અજાણી ગુફાઓ અને ભૂતિયા રીતી-રીવાજો પર આધારિત છે, જે એક ભયાનક વાતાવરણ બનાવે છે. ટ્રેલરમાં સાક્ષી (નુશરત ભરૂચા) તેની પુત્રી ઈશાનીનો જીવ બચાવવા માટે દુષ્ટ જાદુઈ શક્તિઓ સામે લડતી બતાવે છે. રહસ્યમય 'દાસી માં' તરીકે સોહા અલી ખાનની ભૂમિકા વાર્તામાં વધુ જટિલતા ઉમેરે છે. આ વખતે, ફિલ્મ ફક્ત ડરાવવા વિશે નથી, તે એક માતાના જીવંત રહેવા માટેના ભાવનાત્મક સંઘર્ષ વિશે છે. ટ્રેલરમાં ઊંડા ભયાનકતા, અણધાર્યા વળાંકો અને અનિષ્ટ સામે માતાની અવિરત લડાઈનું વચન આપવામાં આવ્યું છે.

'છોરી-2' ના ટ્રેલરે દર્શકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. મારા રૂંવાડા ઉભા થઈ ગયા, એક યુઝરે ટિપ્પણી કરી. જ્યારે બીજાએ લખ્યું, હે ભગવાન, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, સોહા નો આટલો શક્તિશાળી અવતાર જોઈશ. કેટલાક લોકોએ ફિલ્મની સરખામણી 'તુમ્બાડ' સાથે કરી અને લખ્યું, આ તુમ્બાડ સ્તરની ફિલ્મ લાગે છે, હવે અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. ટ્રેલરના વખાણ કરતા એક યુઝરે લખ્યું, ભાઈ, ટ્રેલર તો શાનદાર છે! જોકે, કેટલાક દર્શકો ફિલ્મ થિયેટરોમાં રિલીઝ ન થવાથી નિરાશ થયા હોય તેવું લાગ્યું. એક ચાહકે લખ્યું, જો આ થિયેટરોમાં આવ્યું હોત, તો તે આગ લગાવી દેત. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ છે કે, લોકોને 'છોરી-2'નું ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને ફિલ્મ પ્રત્યે તેમનો ઉત્સાહ વધુ વધી ગયો છે.

વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત, 'છોરી 2'માં ગશ્મીર મહાજાની, સૌરભ ગોયલ, પલ્લવી અજય, કુલદીપ સરીન અને હાર્દિકા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૧ એપ્રિલે એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા એક ડરામણી સત્ય ઉજાગર કરશે. આટલો ભયંકર ઇતિહાસ, જ્યાં દીકરીઓને જન્મ સમયે જ મારી નાખવામાં આવતી હતી. 'છોરી-2' આ કડવી વાસ્તવિકતાને ભૂતિયા વાતાવરણમાં ગૂંથીને દર્શકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande