'મર્દાની 3'ની નવી વાઘણ બની, અભિનેત્રી જાનકી બોદીવાલા
નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) અભિનેત્રી રાની મુખર્જી ફરી એકવાર તેની દમદાર ફ્રેન્ચાઈઝી 'મર્દાની'ના ત્રીજા ભાગ 'મર્દાની 3' સાથે દર્શકોના દિલ પર રાજ કરવા માટે તૈયાર છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફરી એકવા
મર્દાની


નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) અભિનેત્રી રાની મુખર્જી ફરી એકવાર તેની દમદાર ફ્રેન્ચાઈઝી 'મર્દાની'ના ત્રીજા ભાગ 'મર્દાની 3' સાથે દર્શકોના

દિલ પર રાજ કરવા માટે તૈયાર છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા

હતા. ફરી એકવાર રાની પોલીસ યુનિફોર્મમાં એક મજબૂત અને નીડર અધિકારી તરીકે જોવા

મળશે. આ વખતે આ ફિલ્મનું દિગ્દર્શન અભિરાજ મીનાવાલા કરી રહ્યા છે. હવે જાનકી બોદીવાલાની

ફિલ્મમાં એન્ટ્રી થઈ છે. ઉપરાંત, તેનું પાત્ર પણ જાહેર થયું છે જે વાર્તામાં એક મહત્વપૂર્ણ

વળાંક લાવશે.

અહેવાલો અનુસાર, જાનકી બોદીવાલા પણ રાની મુખર્જીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મર્દાની 3' ની સ્ટાર

કાસ્ટમાં જોડાઈ ગઈ છે. આ ફિલ્મમાં જાનકી પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. ખાસ

વાત એ છે કે, તેણે મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. જાનકીએ 2024 માં ફિલ્મ 'શૈતાન' થી બોલિવૂડમાં

ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે અજય

દેવગનની પુત્રીની ભૂમિકા ભજવી હતી. આ પહેલા તેણીએ 2015 માં ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ' થી પોતાની અભિનય

કારકિર્દીની શરૂઆત કરી હતી.

'મર્દાની 3' ની રિલીઝ ડેટ

જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ મોટા

પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આ વખતે અભિરાજ મીનાવાલાએ દિગ્દર્શનની જવાબદારી

સંભાળી છે, જ્યારે આ

ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, 'મર્દાની' ફ્રેન્ચાઇઝી 22 ઓગસ્ટ, 2014 ના રોજ શરૂ થઈ

હતી અને તેનો બીજો ભાગ 2019 માં રિલીઝ થયો

હતો. ફિલ્મમાં રાની મુખર્જી એક બહાદુર પોલીસ અધિકારી શિવાની શિવાજી રોયની

ભૂમિકામાં જોવા મળી હતી. પહેલા ભાગનું દિગ્દર્શન પ્રદીપ સરકાર દ્વારા કરવામાં

આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande