નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.)
'લેજેન્ડ્સ ઓફ
સોમનાથ' હાલમાં સમાચારમાં
છે, પરંતુ સુનીલ
શેટ્ટીની આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં. કાશ્મીરના પહેલગામમાં થયેલા
આતંકવાદી હુમલા બાદ ફિલ્મ નિર્માતા કનુ ચૌહાણે આ મોટો નિર્ણય લીધો છે. સુનિલ
શેટ્ટી અભિનીત આ ફિલ્મ 16 મેના રોજ ભારત, અમેરિકા, યુકે અને ઉત્તર અમેરિકા જેવા અન્ય આંતરરાષ્ટ્રીય પ્રદેશોમાં
રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મનું ટ્રેલર 29 એપ્રિલે મુંબઈમાં લોન્ચ થશે. આ ઐતિહાસિક એક્શન-ડ્રામામાં
સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય અને
આકાંક્ષા શર્મા પણ છે.
ફિલ્મના નિર્માતા કનુ ચૌહાણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો
હતો કે, મેં મારા વિદેશી
વિતરકને કહ્યું છે કે, હું મારી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થવા માંગતો નથી. હું
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની, સખત નિંદા કરું છું. મેં આ મોટો
નિર્ણય લીધો છે. હવે 'કેસરી વીર' પાકિસ્તાનમાં,
રિલીઝ થશે નહીં. આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને, આ મારી
શ્રદ્ધાંજલિ છે. આ મારૂ વલણ છે.
'કેસરી વીર:
લેજેન્ડ્સ ઓફ સોમનાથ' ફિલ્મ દર્શકો
સમક્ષ 14મી સદીમાં ઐતિહાસિક સોમનાથ મંદિરને આક્રમણકારોથી બચાવવા માટે, લડનારા અને
પોતાના જીવનનું બલિદાન આપનારા અજાણ્યા યોદ્ધાઓની વાર્તા રજૂ કરશે. આ પીરિયડ ડ્રામા
ફિલ્મમાં સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય, સુનીલ શેટ્ટી અને
આકાંક્ષા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આકાંક્ષા ફિલ્મ 'કેસરી વીર:
લેજેન્ડ્સ ઓફ સોમનાથ' થી બોલિવૂડમાં
ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. 'કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથ' ફિલ્મનું
દિગ્દર્શન પ્રિન્સ ધીમન દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ કનુ ચૌહાણ
દ્વારા ચૌહાણ સ્ટુડિયો હેઠળ કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ