કોચી, નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ). બુધવારે 28મી નેશનલ ફેડરેશન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન તમિલનાડુની 26 વર્ષીય ઓલિમ્પિયન વિથ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં એક નવો મીટ રેકોર્ડ બનાવ્યો. તેણીએ 56.04 સેકન્ડનો સમય કાઢ્યો, છ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો અને બીજા ક્રમે રહેલી અનુ રાઘવન કરતાં બે સેકન્ડથી વધુ આગળ રહી.
વિથ્યાએ, પીટી ઉષાના 41 વર્ષ જૂના રાષ્ટ્રીય રેકોર્ડ (55.42 સેકન્ડ) ની બરાબરી કરી હતી અને હવે તે તેને તોડવા માટે તૈયાર લાગે છે. તે કહે છે કે, જો દોડ એક દિવસ પછી હોત, તો હું 54 સેકન્ડથી ઓછા સમયમાં દોડી હોત. મારું લક્ષ્ય, આ વર્ષે 54 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું છે.
પુરુષોની 400 મીટર હર્ડલ્સમાં યશસનું શ્રેષ્ઠ પ્રદર્શન
કર્ણાટકના પી યશસે પુરુષોની 400 મીટર હર્ડલ્સ દોડ 49.32 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે જીતી, પરંતુ એશિયન ચેમ્પિયનશિપ માટે 49.19 સેકન્ડના ક્વોલિફિકેશન માર્કથી ચૂકી ગયો.
ટ્રિપલ જમ્પમાં નિહારિકા વશિષ્ઠનું ગોલ્ડન કમબેક
મહારાજા સ્ટેડિયમના બીજા ખૂણામાં, નેશનલ ગેમ્સ ચેમ્પિયન પંજાબની નિહારિકા વશિષ્ઠે અંતિમ રાઉન્ડમાં 13.49 મીટરનો શાનદાર કૂદકો લગાવ્યો અને કેરળની સાન્દ્રા બાબુને માત્ર એક સેમીથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
ઇન્સ્ટાગ્રામ પર 2.4 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા નિહારિકાએ બે વર્ષના ડોપિંગ પ્રતિબંધ પછી ફેબ્રુઆરી 2022 માં વાપસી કરી હતી અને હવે તે પહેલા કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે. તેણે એક વર્ષમાં પોતાના વ્યક્તિગત પ્રદર્શનમાં 40 સેમીથી વધુનો સુધારો કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ