મેડ્રિડ, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) વિશ્વના ત્રીજા નંબરના સ્પેનિશ ટેનિસ
ખેલાડી કાર્લોસ અલ્કારાઝે મેડ્રિડ ઓપનમાંથી ખસી ગયા છે. પગમાં ઈજાને કારણે તે
ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. તેમનો મુકાબલો શનિવારે મેડ્રિડમાં યોજાવાનો હતો.
અલ્કારાઝે કહ્યું કે,” તેમને પહેલાથી જ તેમના પગના ઉપરના
ભાગમાં ઈજા થઈ હતી, જે ગયા રવિવારે
બાર્સેલોના ઓપનની ફાઇનલ દરમિયાન પણ તેમને પરેશાન કરી રહી હતી. આ ઉપરાંત, હવે તેમના ડાબા
પગમાં પણ ઈજા છે.” તેમણે કહ્યું કે,” મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ તેમણે રમવાનો
ઇનકાર કરવાનો નિર્ણય લીધો છે.”
અલ્કારાઝે 2022 અને 2023માં મેડ્રિડ ઓપન ટાઇટલ જીત્યું હતું. આ વખતે તેઓ
ટુર્નામેન્ટના બીજા ક્રમાંકિત ખેલાડી હતા અને તેમનો ડ્રો, નોવાક જોકોવિચ સાથે સમાન
હાફમાં હતો. બાર્સેલોના ફાઇનલમાં હોલ્ગર રુન સામેની હાર દરમિયાન તેમને સારવાર લેવી
પડી હતી.
અલ્કારાઝે કહ્યું કે,” તેમની ઈજા તેમને ફ્રેન્ચ ઓપનમાં
રમવામાં અવરોધ નહીં લાવે. તેણે ગયા વર્ષે, રોલેન્ડ ગેરોસ (ફ્રેન્ચ ઓપન) માં
એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવીને ટાઇટલ જીત્યું હતું” આ વખતે પણ તે ટાઇટલ બચાવશે.
ઝ્વેરેવે તાજેતરમાં મ્યુનિક ઓપન જીતીને અલ્કારાઝને પાછળ છોડીને બીજું સ્થાન
મેળવ્યું છે.
અલ્કારાઝે આ વર્ષે અત્યાર સુધીમાં 24 મેચ જીતી છે અને
ફક્ત 5 મેચ હારી છે.
તેણે ફેબ્રુઆરીમાં રોટરડેમ (હાર્ડ કોર્ટ) અને એપ્રિલમાં મોન્ટે કાર્લો (ક્લે
કોર્ટ) માં ટાઇટલ જીત્યું હતું. જોકે, તાજેતરના શેડ્યૂલને કારણે તેણે થાકની ફરિયાદ પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ