પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) જિલ્લામાં માર્ગ સલામતી અંતર્ગત પોરબંદર એ.આર.ટી.ઓ. કે.જી.જાડેજા માર્ગદર્શન હેઠળ આરટીઓ કચેરીના સહાયક મોટર વાહન નિરિક્ષક વી.એમ.વાઘેલા તથા પોરબંદર ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. કે.એન.અઘેરા દ્વારા પોરબંદર એપીએમસી ખાતે રેડિયમનું મહત્વ સમજાવી અને માલ વાહક વાહનોમાં રીફ્લેકટર્સ, રીફ્લેકટીવ ટેપ્સ અને રીઅર માર્કીંગ પ્લેટ્સ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં એપીએમસી પોરબંદર ખાતે આવતા ભારે તેમજ મધ્યમ માલવાહક વાહનો ઉપર રીફ્લેકટર્સ, રીફ્લેકટીવ ટેપ્સ અને રીઅર માર્કીંગ પ્લેટ્સ જેવાં સલામતીના ઉપકરણો લગાવેલ હોય તે સુનિશ્ચિત કરવા તેમજ એપીએમસી ખાતે આવતા માલ વાહક વાહનોમાં રીફ્લેકટર્સ, રીફ્લેકટીવ ટેપ્સ અને રીઅર માર્કીંગ પ્લેટ્સ લગાવવાની કામગીરી કરવામાં આવી જેમાં વિવિધ કામ માટે આવેલ ખેડૂતોને વાહનો પાછળ લગાવવામાં આવતા રેડિયમનું મહત્વ સમજાવી તથા રાત્રિ દરમિયાન રોડ પર વાહન દેખાય અને અકસ્માત નિવારી શકાય તે માટે સમજણ આપવામાં આવી હતી.
આ કામગીરીમાં પોરબંદર એપીએમસી ચેરમેન તેમજ અન્ય સભ્યોનો પુરો સહયોગ આપવામાં આવ્યો હતો અને ગુજરાત સરકારની ખેડુત સલામત, દેશ સલામતની મુહીમ અંતર્ગત સાત દિવસ સુધી રોડ સેફ્ટીની કામગીરી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya