ગાંઘીનગર જિલ્લાના સાત ઘટકના આંગણવાડી કેન્દ્ર પર પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી
ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના સાત ઘટકના તમામ આંગણવાડી કેન્દ્ર એટલે કે 951 આંગણવાડી કેન્દ્ર પર દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કરવાની હોય છે. જેમાં દર મંગળવારે અલગ અલગ થીમ મુજબ કિશોરીઓને પ્રવૃત્તિ કરાવવાની હોય છે.પોષણ પખ
પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી


ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના સાત ઘટકના તમામ આંગણવાડી કેન્દ્ર એટલે કે 951 આંગણવાડી કેન્દ્ર પર દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કરવાની હોય છે. જેમાં દર મંગળવારે અલગ અલગ થીમ મુજબ કિશોરીઓને પ્રવૃત્તિ કરાવવાની હોય છે.પોષણ પખવાડિયા અંતર્ગત પોષણ થાળી થીમ આધારિત કિશોરીઓને પ્રવૃત્તિ કરવાની થતી હતી.

જેમાં દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ ની સૂચના અનુસાર કન્સલ્ટન્ટ દ્વારા દરેક સીડીપીઓ મુખ્ય સેવિકા બહેન તેમજ આંગણવાડી કાર્યકર્તા બેન દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કિશોરીઓનું વજન ઊંચાઈ બી.એ.આઇ અને હિમોગ્લોબિનની તપાસ પણ કરવામાં આવે જેમાં તંદુરસ્ત કિશોરીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande