ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એ, થેપ્પાકાડુ હાથી શિબિરની મુલાકાત લીધી
ઉદગમંડલમ, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, તમિલનાડુની મુલાકાત દરમિયાન શનિવારે ઉદગમંડલમ નજીક મુદુમલાઈ થેપ્પાકાડુ હાથી શિબિરની મુલાકાત લીધી. શુક્રવારે અગાઉ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, ઉદગમંડલમની મુલાકાત લીધી, જ્યાં તેમણે ઉદગમંડલમ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એ, થેપ્પાકાડુ હાથી શિબિરની મુલાકાત લીધી


ઉદગમંડલમ, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, તમિલનાડુની મુલાકાત દરમિયાન શનિવારે ઉદગમંડલમ નજીક મુદુમલાઈ થેપ્પાકાડુ હાથી શિબિરની મુલાકાત લીધી.

શુક્રવારે અગાઉ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, ઉદગમંડલમની મુલાકાત લીધી, જ્યાં તેમણે ઉદગમંડલમ ગવર્નર હાઉસ ખાતે આયોજિત યુનિવર્સિટીના કુલપતિઓના સંમેલનમાં હાજરી આપી. કુલપતિઓના સંમેલનમાં હાજરી આપ્યા બાદ, તેમણે ગઈકાલે સાંજે થોડર આદિવાસી ગામની મુલાકાત લીધી.

આજે, બીજા દિવસે ઉપરાષ્ટ્રપતિએ, ઉદગમંડલમ નજીક મુદુમલાઈ થેપ્પાકાડુ હાથી શિબિરની મુલાકાત લીધી. હાથીઓની પ્રવૃત્તિઓ વિશે જાણ્યા પછી, તેમણે ખોરાકની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. તેમણે મુદુમલાઈમાં સંભાળ રાખવામાં આવતા હાથીઓ બામા અને કામચી ને શેરડી અને ફળો ખવડાવ્યા.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande