સુરતમાં મંદીથી પ્રભાવિત રત્નકલાકારનો આપઘાત, આપઘાતનો વીડિયો બનાવી દુ:ખ વ્યક્ત કર્યું
સુરત, 3 એપ્રિલ (હિ.સ.) સુરતમાં છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના માહોલને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. રત્નકલાકારો બેરોજગાર બની જતાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જેના કારણે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા પણ વધ્યા છે.
1 murder


સુરત, 3 એપ્રિલ (હિ.સ.) સુરતમાં છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના માહોલને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. રત્નકલાકારો બેરોજગાર બની જતાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જેના કારણે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા પણ વધ્યા છે. ગત એક વર્ષમાં 65થી વધુ રત્નકલાકારોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે કામરેજના શેખપુર ગામમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રત્નકલાકારે આપઘાતનો વીડિયો બનાવીને રડતાં-રડતાં દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મંદીના કારણે આપઘાત કરી રહ્યો છું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande