સિદ્ધપુર APMCમાંનવીન શેડનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
પાટણ, 6 એપ્રિલ (હિ.સ.). સિદ્ધપુર એપીએમસી ખાતે પોતાની જણસ લઈને આવતા સિદ્ધપુર સહીત તાલુકાના ખેડુતો અને વેપારીઓને વિશેષ સવલત મળી રહે તે માટે સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 1 કરોડ 29 લાખના ખર્ચે નવી વિશાળ પાર્કિંગ શેડ બનાવવમાં આવ્યો જેનું આજ
સિદ્ધપુર APMCમાંનવીન શેડનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું.


સિદ્ધપુર APMCમાંનવીન શેડનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું.


પાટણ, 6 એપ્રિલ (હિ.સ.). સિદ્ધપુર એપીએમસી ખાતે પોતાની જણસ લઈને આવતા સિદ્ધપુર સહીત તાલુકાના ખેડુતો અને વેપારીઓને વિશેષ સવલત મળી રહે તે માટે સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 1 કરોડ 29 લાખના ખર્ચે નવી વિશાળ પાર્કિંગ શેડ બનાવવમાં આવ્યો જેનું આજ રોજ સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના શુભહસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે આ નવી સગવડથી હવે ખેડુતોને તેમનાં વાહનો માટે પાર્કિંગની પરેશાનીઓથી મુક્તિ મળશે અને વેપારીઓ માટે પણ વેપાર માટે સરળતા થશે. આ લોકાર્પણ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જશુભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તેમજ એપીએમસીના ડિરેક્ટરઓ, નગરપાલિકાના સભ્યો, તાલુકા ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં એ.પી.એમ.સીના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande