સિદ્ધપુરમાં શ્રી રામકથાના ત્રીજા દિવસે ભવ્ય રામ જન્મોત્સવ યોજાયો.
પાટણ, 7 એપ્રિલ (હિ.સ.) દેવીના મોસાળ ગણાતી પવન નગરી સિદ્ધપુરના આંબાવાડી ખાતે આવેલ અંબાજી માતા પરિસરમાં સિદ્ધપુર સદાબહાર ગ્રુપ આયોજિત શ્રી રામકથામાં આજે કથાકાર વક્તા શાસ્ત્રી રાકેશભાઈ ઠાકર દ્વારા રામ નવમીના રોજ રામ જન્મોત્સવનું આબેહૂબ વર્ણન કરી રામ ભક્
સિદ્ધપુરમાં શ્રી રામકથાના ત્રીજા દિવસે ભવ્ય રામ જન્મોત્સવ યોજાયો.


સિદ્ધપુરમાં શ્રી રામકથાના ત્રીજા દિવસે ભવ્ય રામ જન્મોત્સવ યોજાયો.


સિદ્ધપુરમાં શ્રી રામકથાના ત્રીજા દિવસે ભવ્ય રામ જન્મોત્સવ યોજાયો.


પાટણ, 7 એપ્રિલ (હિ.સ.) દેવીના મોસાળ ગણાતી પવન નગરી સિદ્ધપુરના આંબાવાડી ખાતે આવેલ અંબાજી માતા પરિસરમાં સિદ્ધપુર સદાબહાર ગ્રુપ આયોજિત શ્રી રામકથામાં આજે કથાકાર વક્તા શાસ્ત્રી રાકેશભાઈ ઠાકર દ્વારા રામ નવમીના રોજ રામ જન્મોત્સવનું આબેહૂબ વર્ણન કરી રામ ભક્તોના મન મોહી લીધા હતા. અને ભગવાન શ્રી રામ જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો.

શ્રી રામકથામાં આરતી અને મહાપ્રસાદના દાતા દિપકકુમાર સુમનચંદ્ર ત્રિવેદી પરિવાર સાથે ભગવાન શ્રી રામની આરતીનો લાભ લીધો હતો.

શ્રી રામ કથાનો લાભ લેવા બાલવીર ચેરિટેબલ ટ્રસ્ટ, પરશુરામ સેના સહિત બ્રહ્મ સમાજના આગેવાનો અને નગરજનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી રામકથાનું શ્રવણ કર્યું હતું.

સિદ્ધપુર સદાબહાર ગ્રુપ દ્વારા દાતાઓ થકી રામ ભક્તો માટે મેહુલભાઈ શાહ દ્વારા લસ્સી, શૈલેષભાઈ પંચોલી દ્વારા મિનરલ વોટર, વિજયભાઈ મારફતિયા દ્વારા લીંબુ સરબત, ધનેશભાઈ સિંધી દ્વારા ફ્રુટ સહિતનું વિતરણ કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande