હોટલ મેનેજમેન્ટ કોલેજ સિદ્ધપુરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
પાટણ, 7 એપ્રિલ (હિ.સ.) હોટલ મેનેજમેન્ટ કોલેજ ખાતે સોમવારે રેડ ક્રોસ સોસાયટી સિદ્ધપુર અને સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 37 બોટલો એકઠી કરવામાં આવી. હાલ જ્યારે ઉનાળામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોહીની ખૂબ જ અછત
હોટલ મેનેજમેન્ટ કોલેજ સિદ્ધપુરમાં બ્લડ ડોનેશન  કેમ્પ યોજાયો


પાટણ, 7 એપ્રિલ (હિ.સ.) હોટલ મેનેજમેન્ટ કોલેજ ખાતે સોમવારે રેડ ક્રોસ સોસાયટી સિદ્ધપુર અને સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 37 બોટલો એકઠી કરવામાં આવી. હાલ જ્યારે ઉનાળામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોહીની ખૂબ જ અછત હોવાથી આ કેમ્પ ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયો.

સમગ્ર કાર્યક્રમમાં સુરેશભાઈ પંચાલ, નીરજભાઈ તથા મોનિકાબેન વધવા , ભરતભાઈ મોદી , મહેશભાઈ રાવ ની હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અને મેનેજમેન્ટ હોટલ મેનેજમેન્ટ કોલેજના પ્રિન્સિપાલ શિરીષભાઈ અને વિધાર્થીઓનું રહ્યું હતું. સિવિલ હોસ્પિટલના સ્ટાફે પણ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande