વોશિંગ્ટન, નવી દિલ્હી, 19 મે (હિ.સ.). ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન, પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઈ રહ્યા છે. તે તેમના હાડકાં સુધી ફેલાઈ ગયું છે. બાઈડેનના કાર્યાલયે રવિવારે જારી કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રોસ્ટેટ કેન્સરે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને આક્રમક રીતે ચેપ લગાવ્યો છે. તે તેમના હાડકાં સુધી ફેલાઈ ગયું છે. આ સમાચારથી દુઃખી થઈને, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, બાઈડેન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા ચિંતા વ્યક્ત કરી છે.
સીએનએન ચેનલના સમાચાર અનુસાર, પેશાબના લક્ષણોમાં વધારો થયા બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઈડેનની તપાસ કરવામાં આવી હતી. શુક્રવારે પ્રોસ્ટેટ કેન્સરની પુષ્ટિ થઈ હતી. તેમના કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 82 વર્ષીય બાઈડેન અને તેમનો પરિવાર ચિકિત્સકો સાથે વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. ઓર્લાન્ડો હેલ્થના યુરોલોજિસ્ટ, રોબોટિક સર્જન અને યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના કોલેજ ઓફ મેડિસિનના સહાયક પ્રોફેસર ડૉ. જૈમિન બ્રહ્મભટ્ટે આ વાતની પુષ્ટિ કરી છે.
યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ મેડિકલ સેન્ટરમાં યુરોલોજિક ઓન્કોલોજીના પ્રોફેસર ડૉ. બેન્જામિન ડેવિસ માને છે કે, ગ્લીસન સ્કોર 9 હોવાનો અર્થ એ છે કે તે પ્રોસ્ટેટ કેન્સરનું સૌથી આક્રમક સ્વરૂપ છે. સૂત્રના જણાવ્યા અનુસાર, બાઈડેન આ સપ્તાહના અંતે ડેલવેરના વિલ્મિંગ્ટનમાં તેમના ઘરે છે.
યુએસ ઇતિહાસના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ બાઈડેન, તેમના કાર્યકાળ દરમિયાન ઉંમર અને સ્વાસ્થ્યની ચિંતાઓથી પીડાતા રહ્યા છે. ફેબ્રુઆરી 2024 માં, બાઈડેને તેમના ચિકિત્સક, ડૉ. કેવિન ઓ'કોનરની દેખરેખ હેઠળ વોલ્ટર રીડ નેશનલ મિલિટરી સેન્ટર ખાતે શારીરિક તપાસ કરાવી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે ચિંતાનું કોઈ કારણ નથી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, રવિવારે (સ્થાનિક સમય) બિડેનના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, મેલાનિયા અને મને, બાઈડેનના તાજેતરના તબીબી નિદાન વિશે સાંભળીને દુઃખ થયું છે. અમે જીલ અને પરિવારને શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે, બાઈડેન જલ્દીથી સ્વસ્થ થઈ જશે.
બાઈડેનના કાર્યાલય અનુસાર, પરીક્ષણોમાં ગ્લીસન સ્કોર 9 (ગ્રેડ ગ્રુપ 5) સાથે હાઇ-ગ્રેડ કેન્સરની પુષ્ટિ થઈ છે. આ હાડકાંમાં મેટાસ્ટેસિસ સૂચવે છે. ભૂતપૂર્વ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બાઈડેનને પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હોવાની જાહેરાત કર્યા પછી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. હેરિસે કહ્યું કે, બાઈડેન એક યોદ્ધા છે. મને વિશ્વાસ છે કે તેઓ આ પડકારનો સામનો શક્તિ, નિશ્ચય અને આશાવાદ સાથે કરશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ