આઈપીએલ 2025: ગુજરાત, પંજાબ અને બેંગ્લોર પ્લેઓફમાં, ચોથા સ્થાન માટે 3 ટીમો ટકરાશે
નવી દિલ્હી, 19 મે (હિ.સ.) રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) ના ડબલ હેડરના પરિણામોએ પ્લેઓફનું ચિત્ર એકદમ સ્પષ્ટ કરી દીધું છે. ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની જીતથી બંને ટીમોને પ્લેઓફની ટિકિટ મળી, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેં
આઈપીએલ


નવી દિલ્હી, 19 મે (હિ.સ.) રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) ના ડબલ હેડરના

પરિણામોએ પ્લેઓફનું ચિત્ર એકદમ સ્પષ્ટ કરી દીધું છે. ગુજરાત ટાઇટન્સ અને પંજાબ

કિંગ્સની જીતથી બંને ટીમોને પ્લેઓફની ટિકિટ મળી, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ, છેલ્લા

ચારમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું. શનિવારે બેંગલુરુમાં વરસાદને કારણે, મેચ ધોવાઈ

જતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કલકતા નાઈટ રાઈડર્સનો પરાજય થયો હતો. હવે બાકીના પ્લેઓફ

સ્થાન માટે, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જબરદસ્ત

સ્પર્ધા છે.

ગુજરાત ટાઇટન્સ (ક્વૉલિફાય થયું છે)

બાકીની મેચો: એલએસજી, સીએસકે.

ગુજરાત ટાઇટન્સ, જે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, તે ટોપ-2 માં સ્થાન

મેળવવા માટે સૌથી મજબૂત દાવેદાર છે. જો તેઓ બંને મેચ જીતે છે, તો ટોપ-2 માં સ્થાન

નિશ્ચિત થઈ જશે. એક જીત અને એક હારના કિસ્સામાં, તેમને પંજાબ અથવા બેંગ્લોરમાંથી કોઈ એકને

હારવાની જરૂર પડશે. ગુજરાત તેની બંને મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે, જ્યાં આ સિઝનમાં

તેનો રેકોર્ડ 4-1નો રહ્યો છે.

પંજાબ કિંગ્સ (ક્વોલિફાય થયું છે) બાકીની મેચો: દિલ્હી, મુંબઈ.

પંજાબ કિંગ્સે 2014 પછી પહેલીવાર પ્લેઓફમાં પ્રવેશ કરીને તેમના ચાહકોને ખૂબ

આનંદ આપ્યો છે. જો તેઓ તેમની બાકીની બંને મેચ જીતી લેશે, તો તેઓ ટોપ-2 ની રેસમાં પણ

રહેશે. આ માટે, તેમણે આશા રાખવી

પડશે કે, ગુજરાત અથવા બેંગ્લોર ઓછામાં ઓછી એક મેચ હારે. બેંગ્લોર (+0.482) હાલમાં નેટ રન

રેટની દ્રષ્ટિએ પંજાબ (+0.389)

કરતા થોડો આગળ

છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ક્વોલિફાય થયું છે) બાકીની મેચો:

હૈદરાબાદ, એલએસજી.

રવિવારના પરિણામો સાથે, બેંગ્લોરે પણ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું.

પંજાબની જેમ, બેંગ્લોર પણ ટોપ-2 માટે સંઘર્ષ કરી

રહ્યું છે. તેમનો માર્ગ થોડો સરળ થવાની અપેક્ષા છે. કારણ કે, તેઓ હૈદરાબાદ અને

લખનૌ જેવી ટીમો સામે રમશે જે ખરાબ ફોર્મમાં છે. જો બેંગ્લોર એક મેચ હારી જાય, તો પંજાબ અને

ગુજરાત તેમને પાછળ છોડી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ બાકીની મેચો: દિલ્હી, પંજાબ.

મુંબઈ ઈન્ડિયન્સ પાસે પ્લેઓફની રેસમાં ટકી રહેવાની શ્રેષ્ઠ

તક છે. જો તેઓ બંને મેચ જીતી જાય, તો ટોપ-4માં પહોંચવું નિશ્ચિત છે. જો તેઓ દિલ્હી સામે જીતે

અને લખનૌ તેમની મેચ હારી જાય, તો મુંબઈ ક્વોલિફાય થઈ જશે.

જોકે, હાર સમીકરણને જટિલ બનાવી શકે છે. જો તેઓ દિલ્હી સામે હારી

જાય અને પંજાબને હરાવે, તો દિલ્હી તેમને

પાછળ છોડી પણ શકે છે.

મુંબઈ પાસે પણ ટોપ-2 માં પ્રવેશવાની બાહ્ય તક છે, જો તેઓ 18 પોઈન્ટ સુધી પહોંચે અને પંજાબ અને બેંગ્લોર બંને 17 પોઈન્ટ પર રહે.

દિલ્હી કેપિટલ્સ-

બાકીની મેચો: મુંબઈ, પંજાબ.

દિલ્હી શાનદાર શરૂઆત બાદ બેકફૂટ પર રમી રહ્યું છે. છેલ્લી

આઠ મેચમાંથી પાંચ મેચ હારી ચૂકેલી આ ટીમ હવે ડૂબતી દેખાઈ રહી છે. જો તેઓ બુધવારે

મુંબઈ સામે હારી જશે, તો તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. દિલ્હી પાસે હવે એક જ

વિકલ્પ છે - બંને મેચ જીતીને 17 પોઈન્ટ મેળવે અને અન્ય ટીમોની હાર માટે પ્રાર્થના કરે.

લખનૌ સુપર જાયન્ટ્સ બાકીની મેચો: હૈદરાબાદ, આરસીબી.

લખનૌની ટીમ સતત હારના કારણે, મુશ્કેલીમાં છે અને હવે

પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે તેને તેની ત્રણેય મેચ જીતવી પડશે. આ ઉપરાંત, તેમણે એ પણ

પ્રાર્થના કરવી પડશે કે દિલ્હી અને મુંબઈ બંને 16 પોઈન્ટથી આગળ ન વધે.

એનઆરઆર મોરચે લખનૌની સ્થિતિ નબળી છે (-0.469), જ્યારે મુંબઈનો

નેટ રન રેટ શ્રેષ્ઠ છે (+1.156).

આવી સ્થિતિમાં, જો પોઈન્ટ સમાન

રહેશે તો પણ લખનૌને મોટું નુકસાન થઈ શકે છે.

ત્રણ ટીમોએ, પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે

અને હવે ત્રણ ટીમો એક સ્થાન માટે સ્પર્ધા કરી રહી છે. આગામી મેચો પ્લેઓફનું ચિત્ર

સંપૂર્ણપણે બદલી શકે છે. આઈપીએલ 2025 નું આ અંતિમ અઠવાડિયું ઉત્સાહથી ભરેલું રહેવાનું છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande