રિયો ડી જેનેરિયો, નવી દિલ્હી, 20 મે (હિ.સ.)
બ્રાઝિલના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય મિડફિલ્ડર રેનેટો ઓગસ્ટોએ, પરસ્પર સંમતિથી રિયો
ડી જેનેરિયો સ્થિત ફૂટબોલ ક્લબ ફ્લુમિનેન્સ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. ક્લબે
સોમવારે એક સંક્ષિપ્ત સોશિયલ મીડિયા નિવેદનમાં આ માહિતી આપી.
ફ્લુમિનેન્સ ક્લબે, 37 વર્ષીય ખેલાડીના જવા પાછળ કોઈ કારણનો ઉલ્લેખ કર્યો નથી.
ફ્લુમિનેન્સ ખેલાડીનો, તેમના યોગદાન બદલ આભાર માને છે અને તેમના ભવિષ્ય માટે
શુભકામનાઓ પાઠવે છે.એમક્લબે એક
નિવેદનમાં જણાવ્યું હતું.
રેનેટો, ઓગસ્ટો જાન્યુઆરી 2024 માં કોરીન્થિયન્સથી ફ્લુમિનેન્સમાં જોડાયો, તેણે બધી
સ્પર્ધાઓમાં કુલ 36 મેચ રમી. તેમનો
કરાર ડિસેમ્બર 2024 સુધીનો હતો, પરંતુ તેમણે ક્લબ
સમય પહેલા જ છોડી દીધી.
પોતાની 20 વર્ષની વ્યાવસાયિક કારકિર્દીમાંરેનેટો
ફ્લેમેન્ગો, જર્મન ક્લબ બેયર
લેવરકુસેન અને ચાઇનીઝ ક્લબ બીજિંગ ગુઓગાન માટે પણ રમી ચૂક્યા છે. તેમણે બ્રાઝિલ
રાષ્ટ્રીય ટીમ માટે ૩૩ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 2૦18 ફિફા વર્લ્ડ કપના
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી બ્રાઝિલ ટીમનો ભાગ હતા.
રેનેટોના આ નિર્ણય બાદ, ફૂટબોલ જગતમાં તેના આગામી પગલા અંગે
અટકળો શરૂ થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ