નવી દિલ્હી, 20 મે (હિ.સ.) કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી
નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું કે,”વાજબી સ્પર્ધા જાળવવા માટે નિયમન અને
સ્વતંત્રતા વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ.” સીતારમણે નિયમનકારને બજારમાં થતા
ફેરફારોની અપેક્ષા રાખવા અને સુસંગત રહેવા વિનંતી કરી.
ભારતીય સ્પર્ધા પંચ (સીસીઆઈ) ના 16મા વાર્ષિક દિવસ નિમિત્તે, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં
આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે સીતારમણે આ વાત કરતા તેમણે કહ્યું કે,”
નિયમનકારી માળખાએ એવા મર્જર માટે ઝડપી મંજૂરીની સુવિધા આપવી જોઈએ, જે સ્પર્ધાત્મક
પ્રથાઓને નુકસાન ન પહોંચાડે.” તેમણે બજારમાં પરિવર્તનની અપેક્ષા રાખવામાં અને
વાજબી વ્યવહારને પ્રોત્સાહન આપવામાં સીસીઆઈની ભૂમિકા પર પણ ભાર મૂક્યો.
કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે, સીતારમણે બજારમાં
થતા ફેરફારોને અનુરૂપ બનવામાં સીસીઆઈની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે,” જ્યાં સ્પર્ધા જોખમમાં ન હોય ત્યાં નિયમોએ, ઝડપી મંજૂરીઓ
સુનિશ્ચિત કરવી જોઈએ.”
આ કાર્યક્રમમાં પ્રાપ્તિ અધિકારીઓ માટે એક ટૂલકીટ પણ બહાર
પાડવામાં આવી હતી. આ પ્રસંગે સીસીઆઈના અધ્યક્ષા રવનીત કૌર પણ હાજર હતા.
સીસીઆઈના 16મા વાર્ષિક દિવસ સમારોહમાં સભાને સંબોધતા, નાણામંત્રીએ
નિષ્પક્ષ સ્પર્ધાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે,” નિયમન અને સ્વતંત્રતા વચ્ચે
યોગ્ય સંતુલન હોવું જોઈએ.” સીસીઆઈના 16મા વાર્ષિક દિવસે આયોજિત આ કાર્યક્રમમાં જાહેર ખરીદી
અધિકારીઓ માટે એક નવી ડાયગ્નોસ્ટિક ટૂલકિટ અને સંયોજનો સાથે વ્યવહાર કરવા અંગે,
વારંવાર પૂછાતા પ્રશ્નોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જે પ્રતિભાવશીલ
અને અસરકારક સ્પર્ધા નિયમનની જરૂરિયાતને પુનઃપુષ્ટિ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ