ભારત-અમેરિકાએ વેપાર કરારના પ્રથમ તબક્કાને, વહેલા પૂર્ણ કરવા અંગે ચર્ચા કરી
નવી દિલ્હી, 20 મે (હિ.સ.) ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અંગે વાટાઘાટો ચાલુ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે વોશિંગ્ટનમાં, યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક સાથે બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત
ૂીગિ


નવી દિલ્હી, 20 મે (હિ.સ.) ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર

અંગે વાટાઘાટો ચાલુ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે

વોશિંગ્ટનમાં, યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક સાથે બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત

દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) ના પ્રથમ તબક્કા પર વાટાઘાટોને ઝડપી બનાવવા માટે વાતચીત

કરી.

પીયૂષ ગોયલ હાલમાં વેપાર સોદાની વાટાઘાટોની, પ્રગતિની

સમીક્ષા કરવા માટે મંત્રી સ્તરની બેઠક માટે વોશિંગ્ટનમાં છે. ભારત-અમેરિકા

દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને વેગ આપવા માટે વાણિજ્ય સચિવ (યુએસ વાણિજ્ય

સચિવ) હાવર્ડ લુટનિક સાથે, ફળદાયી ચર્ચાઓ કરી. મંત્રી સ્તરની બેઠક પછી, બંને દેશોના

મુખ્ય વાટાઘાટકારો વચ્ચે 22 મે સુધી ચર્ચા

થશે. ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારના મુદ્દા પર, આ બેઠક એવા સમયે

થઈ રહી છે જ્યારે બંને દેશો આ વર્ષે શરદ ઋતુ (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધીમાં વેપાર

કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાની શક્યતા શોધી રહ્યા છે. બંને દેશો

વચ્ચેની વાટાઘાટોમાં જે મુખ્ય મુદ્દાઓ પર, ચર્ચા કરવામાં આવશે. તેમાં બજાર ઍક્સેસ, મૂળના નિયમો અને

નોન-ટેરિફ અવરોધોનો પણ સમાવેશ થાય છે.”

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ માર્ચ

મહિનામાં વેપાર વાટાઘાટો અંગે ચર્ચા કરવા માટે, વોશિંગ્ટનની મુલાકાતે ગયા હતા.

ભારતીય અને યુએસ અધિકારીઓ વેપાર વાટાઘાટોને આગળ વધારવા માટે 90-દિવસના ટેરિફ વિરામ

સમયગાળાનો લાભ લેવાનું, લક્ષ્ય રાખે છે. અમેરિકાએ ભારત પર વધારાની 26 ટકા ડ્યુટી 9 જુલાઈ સુધી

સ્થગિત કરી દીધી છે. વધતી જતી વેપાર ખાધને પહોંચી વળવા માટે, અમેરિકન રાષ્ટ્રપતિએ 2 એપ્રિલ, 2025 ના રોજ ટેરિફ

દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જોકે, 1૦ ટકાની મૂળભૂત ડ્યુટી બધા દેશોને લાગુ પડે છે. આ ઉપરાંત

સ્ટીલ, એલ્યુમિનિયમ અને

મોટર વાહનના ઘટકો પર પણ 25 ટકા ડ્યુટી

લાદવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande