નવી દિલ્હી, 20 મે (હિ.સ.) કેન્દ્ર સરકારે, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી) ના ડિરેક્ટર તપન કુમાર ડેકાનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવ્યો છે. તેમનો કાર્યકાળ આવતા મહિને પૂરો થવાનો હતો. કેબિનેટની નિમણૂક સમિતિએ તેમના કાર્યકાળના વિસ્તરણને મંજૂરી આપી હતી.
આ સંદર્ભમાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ કેડરના 1988 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી તપન ડેકાને, કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીનો ખાસ અનુભવ છે. તેઓ 2022 થી ડિરેક્ટર તરીકે કાર્યરત છે. ડેકાએ ગુપ્તચર વિભાગમાં ઘણી ભૂમિકાઓ ભજવી છે.
આઈબી દેશની આંતરિક સુરક્ષા અને કાઉન્ટર-ઇન્ટેલિજન્સ એજન્સી છે. ગુપ્તચર બ્યુરોનું કામ દેશમાં આંતરિક ખતરાઓ પર નજર રાખવાનું અને સરકારને સલાહ આપવાનું છે. આઈબી ભારતની આંતરિક સુરક્ષા અને સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર / સીપી સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ