હાન્સી ફ્લિકે બાર્સેલોના સાથે કરાર લંબાવ્યો, 2027 સુધી કોચ રહેશે
બાર્સેલોના, નવી દિલ્હી, 22 મે (હિ.સ.) સ્પેનિશ ફૂટબોલ ક્લબ એફસી બાર્સેલોનાએ, તેના કોચ હાન્સી ફ્લિક સાથેનો કરાર, જૂન 2027 સુધી લંબાવ્યો છે. ક્લબે બુધવારે, આની સત્તાવાર જાહેરાત કરી. જર્મન કોચ હેન્સી ફ્લિકે બાર્સેલોના સાથેની, તેમની પ્ર
કોચ


બાર્સેલોના, નવી દિલ્હી, 22 મે (હિ.સ.)

સ્પેનિશ ફૂટબોલ ક્લબ એફસી બાર્સેલોનાએ, તેના કોચ હાન્સી ફ્લિક સાથેનો કરાર, જૂન 2027 સુધી લંબાવ્યો

છે. ક્લબે બુધવારે, આની સત્તાવાર જાહેરાત કરી.

જર્મન કોચ હેન્સી ફ્લિકે બાર્સેલોના સાથેની, તેમની પ્રથમ

સિઝનમાં સ્થાનિક ફૂટબોલમાં- જેમાં તેમણે લા લીગા, કોપા ડેલ રે અને સ્પેનિશ સુપર કપ જીત્યો, અને

તેમના પ્રદર્શનથી ચાહકો અને ક્લબ મેનેજમેન્ટ બંને પ્રભાવિત કર્યા છે.

ગયા સિઝનમાં બાર્સેલોના, એક પણ ટ્રોફી જીતવામાં નિષ્ફળ ગયા

બાદ, ફ્લિકે ઝાવી

હર્નાન્ડેઝનું સ્થાન લીધું. શરૂઆતનો કરાર 2026 સુધીનો હતો, જેને હવે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

ફ્લિકના કોચિંગ હેઠળ, બાર્સેલોનાએ યુઈએફએચેમ્પિયન્સ લીગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું

અને સેમિફાઇનલમાં પહોંચ્યું, જ્યાં ટીમ ઇન્ટર મિલાન સામે એક સંઘર્ષ પૂર્ણ મેચમાં હારી ગઈ.

બાર્સેલોનાએ અત્યાર સુધીમાં, લા લીગામાં 37 મેચોમાં 99 ગોલ કર્યા છે

અને ટાઇટલ જીતી ચૂક્યું છે. ટીમ રવિવારે, એથ્લેટિક બિલબાઓ સામે સિઝનની છેલ્લી મેચ

રમશે.

બાર્સેલોનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાર્સેલોના અને

હાન્સી ફ્લિકે કરાર નવીકરણ કરાર કર્યો છે, જે હવે તેને 30 જૂન 2027 સુધી ક્લબમાં રાખશે.

ફ્લિકની સફળતા બાર્સેલોના માટે, નવી આશા અને સ્થિરતાનો

સંકેત આપે છે, જે આગામી સિઝનમાં

યુરોપિયન ફૂટબોલમાં, પ્રભુત્વ મેળવવા તરફ ઈશારો કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande