આઈપીએલ 2025: આજે બીજી ફાઇનલ મળશે, ક્વોલિફાયર 2 માં મુંબઈ-પંજાબ વચ્ચે મેચ
અમદાવાદ, નવી દિલ્હી, 01 જૂન (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 ના ક્વોલિફાયર 2 માં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મેચ હારનાર ટીમ માટે
મેચ


અમદાવાદ, નવી દિલ્હી, 01 જૂન (હિ.સ.)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 ના ક્વોલિફાયર 2 માં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ ટકરાશે. આ મેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મેચ હારનાર ટીમ માટે

ટુર્નામેન્ટ સમાપ્ત થશે, એટલે કે તે ટીમ

બહાર થઈ જશે, જ્યારે વિજેતા

ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. જ્યાં તે ટીમ 3 જૂને ટાઇટલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામે ટકરાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ક્વોલિફાયર 1 માં આઠ વિકેટથી

હાર્યા બાદ, પંજાબ કિંગ્સ

પાસે ફાઇનલમાં પહોંચવાની બીજી તક છે. આવી સ્થિતિમાં, કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની, પંજાબ ટીમ

માટે 'કરો યા મરો' ની સ્થિતિ છે. જો

ટીમે પોતાનું પહેલું આઈપીએલ ટાઇટલ જીતવું હોય, તો તેણે પાછલી હાર ભૂલીને આ મેચમાં પોતાનું શ્રેષ્ઠ

પ્રદર્શન કરવું પડશે. છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી.

ટીમ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, મુંબઈ સામે તેની બેટિંગમાં સુધારો કરવો પડશે.

બીજી તરફ, પાંચ વખતની

ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે, એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ક્વોલિફાયર ૨

માં સ્થાન મેળવ્યું છે. મુંબઈની ટીમને આઈપીએલ પ્લેઓફમાં રમવાનો ઘણો અનુભવ છે. આ જ

વાત હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને, આ મેચમાં થોડી સરસાઈ આપે

છે. ટીમ પાસે જસપ્રીત બુમરાહ જેવો સ્ટાર ફાસ્ટ બોલર છે. બેટિંગમાં, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ગમે

ત્યારે પોતાની રમતથી મુંબઈ માટે મેચ જીતી શકે છે. તે જ સમયે, કેપ્ટન હાર્દિક

પંડ્યા બોલ અને બેટથી સારું પ્રદર્શન કરી રહ્યો છે.

એકંદરે જોવામાં આવે તો, મુંબઈની ટીમે

રમતના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કર્યું છે. જોકે, પંજાબ કિંગ્સના

પડકારને પાર કરવો તેમના માટે સરળ રહેશે નહીં. મુંબઈ વર્તમાન આઈપીએલ સીઝનમાં, એક

વખત પંજાબ સામે ટકરાઈ ચૂક્યું છે, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, ક્વોલિફાયર ૨

મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે.

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ-11: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જોશ ઈંગ્લિસ

(વિકેટકીપર), શ્રેયસ ઐયર

(કેપ્ટન), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝઈ, હરપ્રીત બરાર, કાઈલ જેમિસન, અર્શદીપ સિંહ.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા, જોની બેયરસ્ટો

(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા

(કેપ્ટન), નમન ધીર, રાજ અંગદ બાવા, મિચેલ સેન્ટનર, રિચર્ડ ગ્લીસન, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande