નવી દિલ્હી, 22 મે (હિ.સ.)
ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોરી મેકલરોય ઓક્ટોબરમાં દિલ્હી ગોલ્ફ ક્લબ ખાતે 4 મિલિયન ડોલરની
ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 16 થી 19 ઓક્ટોબર
દરમિયાન યોજાશે.
મને હંમેશા
વૈશ્વિક ટુર્નામેન્ટ રમવાનો આનંદ આવે છે. ભારતમાં ગોલ્ફના વિકાસની પ્રચંડ સંભાવનાઓ
છે. આ મારા માટે એક મહાન તક છે અને હું ભારતીય ગોલ્ફ ચાહકો સામે રમવા માટે
ઉત્સાહિત છું. આમ રોરી મેકલરોયે બુધવારે એક સત્તાવાર
નિવેદનમાં જણાવ્યું હતું.
ડીપી વર્લ્ડના મુખ્ય વિત્તીય અધિકારી યુવરાજ નારાયણે
જણાવ્યું હતું કે, ભારત વિશ્વની
સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. અમે દિલ્હીને વૈશ્વિક રમતગમતના મંચ
પર પ્રદર્શિત કરી રહ્યા છીએ અને યુવા પ્રતિભાને પ્રેરણા આપવા માટે એક પ્લેટફોર્મ
બનાવી રહ્યા છીએ. રોરી મેકલરોયની ભાગીદારી માત્ર વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરશે નહીં,
પરંતુ ભારતને એક અગ્રણી ગોલ્ફ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવામાં પણ મદદ
કરશે.
મેકલરોયે આ વર્ષે એપ્રિલમાં, પ્રતિષ્ઠિત ગ્રીન જેકેટ જીતીને
પોતાની કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરી. આ પહેલા, તે 2011 માં યુએસ ઓપન, 2012 અને 2014 માં યુએસ પીજીએ
ચેમ્પિયનશિપ અને 2014 માં ધ ઓપન પણ જીતી
ચૂક્યો છે.
ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપ 2025 રેસ ટુ દુબઈના, બીજા
તબક્કામાં નવ ઇવેન્ટમાંથી આઠમી ઇવેન્ટ હશે. આ તબક્કો પ્લેઓફ પછી, શરૂ થશે અને અંતે
નવેમ્બરમાં દુબઈના જુમેરાહ ગોલ્ફ એસ્ટેટ્સ ખાતે, ડીપી વર્લ્ડ ટૂર ચેમ્પિયનશિપનું
આયોજન થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ