ફ્રેન્ચ ઓપન 2025 ડ્રો: જોકોવિચ અને સિનર એક જ હાફમાં, અલ્કરાઝ પ્રથમ મેચમાં નિશિકોરી સામે ટકરાશે
નવી દિલ્હી, 23 મે (હિ.સ.) ગુરુવારે પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે યોજાયેલા ડ્રોમાં જણાવાયું છે કે,”વિશ્વના બીજા ક્રમાંકિત ખેલાડી કાર્લોસ અલ્કરાઝ ફ્રેન્ચ ઓપન 2025માં જાપાની અનુભવી ખેલાડી કેઈ નિશિકોરી સામે, પોતાના ટાઇટલ બચાવની શ
સામપ


નવી દિલ્હી, 23 મે (હિ.સ.) ગુરુવારે પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે યોજાયેલા

ડ્રોમાં જણાવાયું છે કે,”વિશ્વના બીજા

ક્રમાંકિત ખેલાડી કાર્લોસ અલ્કરાઝ ફ્રેન્ચ ઓપન 2025માં જાપાની અનુભવી ખેલાડી કેઈ નિશિકોરી સામે,

પોતાના ટાઇટલ બચાવની શરૂઆત કરશે.”

તે જ સમયે, વિશ્વના નંબર 1 ખેલાડી જાનિક સિનર ફ્રાન્સના આર્થર રિંડરનેશ સામે

ટુર્નામેન્ટની શરૂઆત કરશે.

સિનર, જોકોવિચ અને ઝ્વેરેવ એક જ હાફમાં-

ત્રણ મહિનાના ડોપિંગ પ્રતિબંધ બાદ તાજેતરમાં, ઇટાલિયન

ઓપનમાંથી પરત ફરેલા 23 વર્ષીય સિનરનો

બીજા રાઉન્ડમાં ફ્રેન્ચ વાઇલ્ડકાર્ડ રિચાર્ડ ગૈસ્કે સામે મુકાબલો થઈ શકે છે. 38

વર્ષીય ગૈસ્કે પોતાની કારકિર્દીનો છેલ્લો ફ્રેન્ચ ઓપન રમી રહ્યો છે અને આ તેનું

૨૨મું અને અંતિમ રોલેન્ડ ગેરોસ અભિયાન હશે.

ગયા વર્ષના રનર-અપ એલેક્ઝેન્ડર ઝ્વેરેવ અને ત્રણ વખતના

ચેમ્પિયન નોવાક જોકોવિચ પણ સિનર સાથે સમાન હાફમાં છે. ઝ્વેરેવ અને જોકોવિચ

ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે તેવી શક્યતા છે, અને વિજેતા ટીમ સેમિફાઇનલમાં સિનર સામે ટકરાશે તેવી શક્યતા

છે.

પ્રથમ રાઉન્ડની રોમાંચક મેચો:

કાર્લોસ અલ્કરાઝ (સ્પેન) વિ. કેઈ નિશિકોરી (જાપાન)

એલેક્ઝેન્ડર ઝ્વેરેવ (જર્મની) વિરુદ્ધ લેર્નર ટિએન (યુએસએ)

નોવાક જોકોવિક (સર્બિયા) વિ. મેકેન્ઝી મેકડોનાલ્ડ (યુએસએ)

બેન શેલ્ટન (યુએસએ) વિ. લોરેન્ઝો સોનેગો (ઇટલી)

આર્થર ફિસ (ફ્રાન્સ) વિ. નિકોલસ જેરી (ચીલી)

હુબર્ટ હર્કાઝ (પોલેન્ડ) વિરુદ્ધ જોઆઓ ફોન્સેકા (બ્રાઝિલ)

દાનિલ મેદવેદેવ (રશિયા) વિ કેમેરોન નોરી (બ્રિટન)

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande