ઓલિમ્પિક માર્કેટિંગના અનુભવી માઈકલ પેન, વોલીબોલ વર્લ્ડના ચેરમેન બન્યા
જીનીવા, નવી દિલ્હી,23 મે (હિ.સ.) ઓલિમ્પિક્સ અને સ્પોર્ટ્સ માર્કેટિંગની દુનિયાના પ્રખ્યાત નિષ્ણાત માઈકલ પેનને, વોલીબોલ વર્લ્ડના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશન (એફઆઈવીબી) એ ગુરુવારે આ
ઓલિમ્પિક માર્કેટિંગના અનુભવી માઈકલ પેન, વોલીબોલ વર્લ્ડના ચેરમેન બન્યા


જીનીવા, નવી દિલ્હી,23 મે (હિ.સ.)

ઓલિમ્પિક્સ અને સ્પોર્ટ્સ માર્કેટિંગની દુનિયાના પ્રખ્યાત નિષ્ણાત માઈકલ પેનને,

વોલીબોલ વર્લ્ડના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ વોલીબોલ

ફેડરેશન (એફઆઈવીબી) એ ગુરુવારે આ

જાહેરાત કરી.

ઓલિમ્પિક માર્કેટિંગમાં, બે દાયકાથી વધુનો અનુભવ

67 વર્ષીય માઈકલ પેન 1983 થી 2૦૦4 સુધી આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) માં માર્કેટિંગ

અને વૈશ્વિક પ્રસારણ અધિકારોના ડિરેક્ટર હતા. આ સમયગાળા દરમિયાન તેમણે 15 ઓલિમ્પિક

રમતો માટે માર્કેટિંગ કાર્યક્રમો ડિઝાઇન અને સફળતાપૂર્વક અમલમાં મૂક્યા.

રમતગમત સંગઠનો સાથે વ્યૂહાત્મક સલાહકાર ભૂમિકા

એથેન્સ 2004 ઓલિમ્પિક્સ પછી, પેને પેન સ્પોર્ટ્સ મીડિયા સ્ટ્રેટેજીસની સ્થાપના કરી.જેના દ્વારા

તેમણે ફોર્મ્યુલા વન, એફઆઈવીબીઅને સીવીસીકેપિટલ પાર્ટનર્સ

જેવા ટોચના વૈશ્વિક રમત સંગઠનોને સલાહ આપી.

વોલીબોલની દુનિયાને, વૈશ્વિક સ્તરે લઈ જવાનો ઉદ્દેશ

એફઆઈવીબીહેઠળ 2021 માં સ્થાપિત વોલીબોલ વર્લ્ડ, આંતરરાષ્ટ્રીય વોલીબોલ અને બીચ વોલીબોલ

ઇવેન્ટ્સનું વ્યાપારી રીતે સંચાલન કરે છે. પેને કહ્યું, છેલ્લા ચાર

વર્ષોમાં, વોલીબોલ વર્લ્ડે

આ રમતને વૈશ્વિક મનોરંજન ઉત્પાદન તરીકે નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. હું આ રોમાંચક

સફરનો ભાગ બનવા અને આ ઉનાળામાં વોલીબોલ નેશન્સ લીગ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી

મોટી ઇવેન્ટ્સમાં યોગદાન આપવા માટે ઉત્સાહિત છું.

ફર્નાન્ડો લિમા હવે નવી ભૂમિકામાં

માઈકલ પેન, ફર્નાન્ડો લીમાનું સ્થાન લે છે, જેમણે વોલીબોલ

વર્લ્ડના પ્રથમ ચેરમેન તરીકે સેવા આપી હતી. જોકે, લીમા બોર્ડમાં રહેશે અને એફઆઈવીઈખાતે નવી નેતૃત્વ

ભૂમિકા સંભાળશે. તેમણે ઉમેર્યું, મને મારા કાર્યકાળ પર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે

માઈકલના નેતૃત્વ હેઠળ આપણો વિકાસ વધુ ઝડપી બનશે.

આ ફેરફારને વૈશ્વિક રમત બજારમાં વોલીબોલને મજબૂત સ્થાન

આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande