નવી દિલ્હી, 23 મે (હિ.સ.) સલમાન ખાને તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ
એકાઉન્ટ પર એક ખાસ વીડિયો શેર કર્યો છે.જેમાં તે 'કેસરી વીર' ફેમ એક્ટર સૂરજ
પંચોલી સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં, સલમાન સૂરજને પ્રોત્સાહન આપતા જોઈ શકાય છે, જે ફિલ્મની રિલીઝ
પર તેના માટે ખૂબ જ પ્રેરણાસ્ત્રોત છે.
વીડિયોની સાથે, સલમાને સૂરજને
ટેગ કરીને, એક ખાસ કેપ્શન લખ્યું, હવે રાત થઈ ગઈ છે, સવારે સૂરજ ચમકશે. સલમાનની ભાવનાત્મક અને પ્રેરણાદાયક
પોસ્ટ પર સૂરજ પંચોલીએ તરત જ પ્રતિક્રિયા આપી અને ટિપ્પણી કરી, હું તમને પ્રેમ
કરું છું સર. આ હૃદયસ્પર્શી ક્ષણ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ
રહી છે.
અભિનેતા સૂરજ પંચોલી લગભગ ચાર વર્ષ પછી 'કેસરી વીર' સાથે બોલિવૂડમાં
પાછા ફર્યા છે. આ ફિલ્મ 23 મેના રોજ
સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને દર્શકોમાં તેને લઈને ઘણો ઉત્સાહ છે. સૂરજે સલમાન
ખાનના પ્રોડક્શન 'હીરો' (2015) થી બોલિવૂડમાં
પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેની સાથે આથિયા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતી.
ત્યારબાદ તે 'સેટેલાઇટ શંકર' (2019) અને 'ટાઇમ ટુ ડાન્સ' (2021) જેવી ફિલ્મોમાં
દેખાયો.
'કેસરી વીર'માં સૂરજની સાથે,
સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ ફિલ્મ સૂરજ
માટે માત્ર એક મોટી વાપસી નથી, પરંતુ તેની કારકિર્દીમાં એક નવા અધ્યાયની શરૂઆત પણ માનવામાં
આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ