જૂનાગઢ 13 જૂન (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દરેક જિલ્લામાં સબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા - ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા ઈચ્છતા શાળા અને સંસ્થાઓના ખેલાડીઓની ફૂટબોલ ટીમની ઓનલાઈન એન્ટ્રી www.subrotocup.in વેબસાઈટ પર ફરજિયાત કરવાની રહેશે.
અંડર - ૧૫ સબ જુનિયર ભાઈઓ (તા.૧- ૧- ૨૦૧૧ જન્મેલ ) તથા અંડર -૧૭ વયજૂથમાં જુનિયર ભાઈઓ અને બહેનો (તા.૧- ૧- ૨૦૦૯ જન્મેલ) ટીમે તા.૧૫- ૬- ૨૦૨૫ સુધીમાં આ સ્પર્ધા માટે કરેલ ઓનલાઇન એન્ટ્રી કે પ્રવેશ પત્ર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર - જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે.
એક શાળામાંથી એક વયજૂથમાં એક જ એન્ટ્રી સ્વીકારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સબ્રટો મુખર્જી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી દર વર્ષે એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળ પ્રતિષ્ઠિત સુબ્રટો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ ટુર્નામેન્ટમાં ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓની ફક્ત ચેમ્પિયન સ્કૂલ ટીમો ભાગ લે છે.
વધુ જાણકારી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના મો. ૭૮૫૯૯૪૬૯૮૪ સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ