પોરબંદરમાં આવતીકાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ યોજાશે
પોરબંદર, 14 જૂન (હિ.સ.) : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા દ્વારા યંગ જનરેશનને જોડાવા થઇ અપીલ: પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરીથી માંડીને સ્થળાંતર અને તમામ પ્રકારની મદદ કરવા અપાશે પ્રેકટીકલ માર્ગદર્શનઃ પોરબંદરને કોસ્ટલ રેસ્ક્યુ હબ બન
પોરબંદરમાં આવતીકાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ યોજાશે


પોરબંદર, 14 જૂન (હિ.સ.) : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા દ્વારા યંગ જનરેશનને જોડાવા થઇ અપીલ:

પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરીથી માંડીને સ્થળાંતર અને તમામ પ્રકારની મદદ કરવા અપાશે પ્રેકટીકલ માર્ગદર્શનઃ

પોરબંદરને કોસ્ટલ રેસ્ક્યુ હબ બનાવવા થશે સુવ્યવસ્થિત આયોજનઃ

તરવૈયાઓ પણ જોડાય તેવુ થયુ સૂચન

પોરબંદરમાં કુદરતી અને માનવસર્જિત આફતો સમયે બચાવ માટેની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખૂબ જ ઉપયોગી તાલીમ અપાશે. પોરબંદર જિલ્લો સાયકલોન ઝોન ઉપર આવેલો છે, તેથી અવાર-નવાર વાવાઝોડા જેવી કુદરતી આફતો આવતી હોય છે તે ઉપરાંત માનવ સર્જિત આફતો પણ આવે ત્યારે લોકોની જિંદગી કઈ રીતે બચાવી શકાય? તેની તાલીમ આપવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા દ્વારા એક દિવસની આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે, જે સંપન્ન કરનારને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયમાં વ્યવસ્થાપનની પ્રક્રિયા ખુબ મહત્વની હોય છે, ત્યારે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા શાખા પોરબંદરના યુવાનો માટે આ આપત્તિ વ્યવસ્થાપન તાલીમની વ્યવસ્થા કરી રહ્યું છે, જેમાં આપને આપત્તિના સમયમાં કઈ રીતે બચાવ કાર્ય કરવુ? કઈ રીતે રાહતની અને પુનર્વસનની કામગીરી કરવી? સહિતની તાલીમ આપશે. તો આ તાલીમ સેશનનું તા. 15/06/2025 ને રવિવારના રોજ સવારે 10:00 વાગ્યે પોરબંદરની ડો.વી. આર.ગોઢાણીયા કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તથા ઇન્ડીયન રેડક્રોસ પોરબંદર તાલુકા શાખાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, આપત્તિ કુદરતી હોય કે માનવસર્જિત, પોતાની સાથે અનેક પડકારો લઈને આવતી હોય છે, પરંતુ યોગ્ય તાલીમથી આ આપત્તિનો સામનો કરવા અને તેમાં શક્ય એટલું નુકશાન ઘટડવામાં મદદ મળી શકે છે.જેને ધ્યાને રાખીને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા શાખા દ્વારા પોરબંદરના યુવાનો માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ સેશન નું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં આપને આપત્તિના સમયમાં કઈ રીતે બચાવ કાર્ય કરવુ? કઈ રીતે રાહતની અને પુનર્વસનની કામગીરી કરવી? સહિતની તાલીમ આપશે.તાલીમ પુર્ણ કરનારને સ્ટેટ રેડક્રોસનું સર્ટિફિકેટ આપવામાં આવશે તે ખુબ અગત્યનું હોય છે. આપત્તિ વ્યવસ્થાપન તાલીમ સેશનમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે.વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, આપત્તિ વ્યવસ્થાપન એ આજના યુગમાં એક અત્યંત મહત્વપુર્ણ વિષય બની ગયો છે. વિશ્વભરમાં થતી કુદરતી આપત્તિઓ, માનવનિર્મિત દુર્ઘટનાઓ અને રોગચાળાઓ જેવી આકસ્મિક પરિસ્થિતિઓ સામે સજ્જ રહેવા માટે આપત્તિ વ્યવસ્થાપનની તાલીમની ઉપયોગિતા વધી રહી છે.રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, આપત્તિ વ્યવસ્થાપન એ આપત્તિ પહેલાં, દરમિયાન અને પછીના સમયમાં કરવાની યોજનાઓ, તૈયારી અને પ્રતિક્રિયાઓની એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. તેમાં જોખમનું મુલ્યાંકન, આપત્તિની અસરોને ઘટાડવા માટેની રણનીતિ, સંસાધનોનું વ્યવસ્થાપન અને સંસ્થાઓ તથા સમુદાયોની સ્થિતિસ્થાપકતા વધારવા માટેના પગલાંનો સમાવેશ થાય છે. તાલીમ દ્વારા લોકોને વિવિધ પ્રકારની આપત્તિઓ અને તેમના સંભવિત પરિણામો વિશે જાણકારી મળે છે.તાલીમપ્રાપ્ત વ્યક્તિઓ આપત્તિના સમયે વધુ કાર્યક્ષમ અને સ્પષ્ટ રીતે પ્રતિક્રિયા આપી શકે છે. યોગ્ય તાલીમ થતી આપત્તિઓના સમયે માનવ જીવન અને સંપત્તિના નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.તાલીમ પ્રાપ્ત સમુદાયો આપત્તિઓથી ઝડપથી ઉભરી શકે છે અને સામાન્ય સ્થિતિમાં પાછા ફરી શકે છે.આપત્તિ વ્યવસ્થાપન તાલીમએ આજના ગતિશીલ અને અનિશ્ચિત વિશ્વમાં એક આવશ્યકતા બની ગઈ છે. તે માત્ર જીવન અને સંપત્તિનું જ રક્ષણ નથી કરતી, પરંતુ સમાજની સ્થિતિસ્થાપકતા અને સામર્થ્યને પણ વધારે છે. વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે આપત્તિ તાલીમમાં રોકાણએ ભવિષ્યના સુરક્ષિત અને સ્થિર વિકાસ માટેનું એક જરૂરી પગલું છે. આપણે બધાંએ આપત્તિ તાલીમની આવશ્યકતાને સમજવી જોઈએ અને તેમાં સક્રિય ભાગીઘરી નિભાવવી જોઈએ. રજીસ્ટ્રેશન માટે પિયુષભાઈ મજીઠીયાનો સંપર્ક સાધવા જણાવ્યું છે. આ આયોજન ઈન્ડીયન મો.નં. 9825280070 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે રેડક્રોસ પોરબંદર તાલુકા શાખા પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનીયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, કો-ઓડીનેટરધર્મેશભાઈ પરમાર, સહ કો-ઓર્ડીનેટર પીયુષભાઈ મજીઠીયા, નરેશભાઈ થાનકી, ધનશ્યામભાઈ મહેતા, અશોકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande