પાટણમાં બાંધકામ સામાનની ચોરી કરનાર ‘એકશન બાબુપુરી’ ઝડપાયો, 5 સ્થળે કરી હતી ચોરી
પાટણ, 15 જૂન (હિ.સ.) : પાટણ શહેરના વાળીનાથ ચોક નજીક ગોકુલ વાટિકા સોસાયટીમાં થયેલી બાંધકામ સામાનની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. મકાન માલિક ઘરમસિંહભાઈ દેસાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના
પાટણમાં બાંધકામ સામાનની ચોરી કરનાર ‘એકશન બાબુપુરી’ ઝડપાયો, 5 સ્થળે કરી હતી ચોરી


પાટણ, 15 જૂન (હિ.સ.) : પાટણ શહેરના વાળીનાથ ચોક નજીક ગોકુલ વાટિકા સોસાયટીમાં થયેલી બાંધકામ સામાનની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. મકાન માલિક ઘરમસિંહભાઈ દેસાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી હિતેશપુરી ઉર્ફે એકશન બાબુપુરી ગૌસ્વામી, રહે. ડીસા વંદના બંગ્લોઝ સોસાયટી,ને માતરવાડી બસ સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી કુલ ₹38,090 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 35 ટાઇલ્સની પેટીઓ, વોલેન્ટ ટબ, રસોડાની સિંક અને ઇલેક્ટ્રિક તથા પ્લમ્બિંગ ફિટિંગના સાધનોનો સમાવેશ થાય છે.

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે પાટણના નવજીવન સોસાયટી, વાળીનાથ વિસ્તાર, ઉપવન બંગ્લોઝ, મોદી સમાજ સંકુલ અને તમન્ના સોસાયટી સહિત કુલ પાંચ જગ્યાએથી બાંધકામ સામાન ચોરી કર્યો છે. આરોપી વિરુદ્ધ પાટણ, પાલનપુર અને ડીસામાં કુલ 10 ગુનાઓ નોંધાયેલા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande