હેમ્પશાયર કાઉન્ટી ક્લબે, તિલક વર્માના કરારની પુષ્ટિ કરી.ચાર રેડ-બોલ મેચ માટે ટીમમાં પસંદ કરાયેલ
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે, ભારતીય યુવા બેટ્સમેન તિલક વર્મા સાથેના કરારની પુષ્ટિ કરી છે. તિલક રેડ-બોલ ક્રિકેટ માટે ટીમમાં જોડાશે અને કાઉન્ટી ચેમ્પિયનશિપની આગામી ચાર મેચોમાં, પસંદગી માટે ઉપલબ્ધ
વર્મા


નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે, ભારતીય યુવા

બેટ્સમેન તિલક વર્મા સાથેના કરારની પુષ્ટિ કરી છે. તિલક રેડ-બોલ ક્રિકેટ માટે

ટીમમાં જોડાશે અને કાઉન્ટી ચેમ્પિયનશિપની આગામી ચાર મેચોમાં, પસંદગી માટે ઉપલબ્ધ

રહેશે. તેનો પહેલો મેચ 22 થી 25 જૂન દરમિયાન

ચેમ્સફોર્ડમાં એસેક્સ સામે હશે.

ભારતીય ટીમ માટે 29 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા તિલક વર્માએ, અત્યાર સુધીમાં

25 ટી20 આંતરરાષ્ટ્રીય

મેચોમાં 749 રન બનાવ્યા છે.

આમાં બે સદીનો સમાવેશ થાય છે, જે નવેમ્બર 2024 માં દક્ષિણ આફ્રિકા સામે સતત ઇનિંગ્સમાં આવી હતી. આ ઉપરાંત, તેણે ત્રણ અડધી

સદી પણ ફટકારી છે, જેમાં વર્ષની

શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી 72* રનની ઇનિંગ્સનો સમાવેશ થાય છે.

ટી-20 અને ખાસ કરીને આઈપીએલમાં

પોતાના પ્રદર્શન માટે જાણીતા તિલકે, 2019 માં ટૂંકા ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. 2022 માં, મુંબઈ ઇન્ડિયન્સે

તેમને તેમની ટીમમાં સામેલ કર્યા અને ત્યારથી તેમણે ફ્રેન્ચાઇઝી માટે 54 મેચોમાં લગભગ 1500 રન બનાવ્યા છે.

તેમની સરેરાશ 37.47 અને સ્ટ્રાઇક

રેટ 144.41 છે. જૂન 2025 સુધીમાં, તિલક વર્મા કોઈપણ

પૂર્ણ સભ્ય દેશના બેટ્સમેનોમાં સૌથી વધુ સરેરાશ (49.93) સાથે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોચ પર છે.

હેમ્પશાયરના ક્રિકેટ ડિરેક્ટર ગાઇલ્સ વ્હાઇટે એક નિવેદનમાં

જણાવ્યું હતું કે,આગામી ચાર મેચો

માટે ટીમમાં તિલક જેવા પ્રતિભાશાળી ખેલાડીને મળવાથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેણે

આંતરરાષ્ટ્રીય મંચ પર અને આઈપીએલમાં પોતાનું મૂલ્ય સાબિત કર્યું છે, અને હવે અમે તેને

હેમ્પશાયર માટે રમતા જોવા માટે આતુર છીએ.

રેડ-બોલ ક્રિકેટમાં તિલક વર્માનો રેકોર્ડ પણ પ્રભાવશાળી

રહ્યો છે. તેમણે અત્યાર સુધીમાં 18 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે.જેમાં દુલીપ

ટ્રોફીમાં ઇન્ડિયા એ માટે અને ઇંગ્લેન્ડ લાયન્સ સામે બે મેચનો સમાવેશ થાય છે.

તેમણે 5૦.16ની સરેરાશથી 12૦૦ થી વધુ રન બનાવ્યા છે.જેમાં પાંચ સદી

અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે.”

હેમ્પશાયર હાલમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વનમાં સાતમા

ક્રમે છે. ગયા સિઝનમાં, ક્લબ રનર્સ-અપ

રહી હતી, જે 2૦૦5 પછીનું

તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

તિલક વર્માનો હોમ ગ્રાઉન્ડ પર પહેલો દેખાવ, 29 જૂન અને 2

જુલાઈ વચ્ચે વોર્સેસ્ટરશાયર સામે હશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande