ભારતની અંડર-23 ટીમ, તજિકિસ્તાન સામે મૈત્રી મેચમાં 2-3થી હારી ગઈ
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) બુધવારે તુરસુન્દોજાના ટેલ્કો એરેના ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય મૈત્રી ફૂટબોલ મેચમાં ભારતની અંડર-23 પુરુષ ફૂટબોલ ટીમને તાજિકિસ્તાન સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો. મોહન બાગાન સુપર જાયન્ટ્સના ફોરવર્ડ સુહેલ અહમદ ભટે, 33મી મિ
ભારતીય અંડર-23 ટીમ


નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) બુધવારે તુરસુન્દોજાના ટેલ્કો એરેના ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય મૈત્રી ફૂટબોલ મેચમાં ભારતની અંડર-23 પુરુષ ફૂટબોલ ટીમને તાજિકિસ્તાન સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો.

મોહન બાગાન સુપર જાયન્ટ્સના ફોરવર્ડ સુહેલ અહમદ ભટે, 33મી મિનિટે ગોલ કરીને ભારતને શરૂઆતની લીડ અપાવી. મેકાર્ટન દ્વારા જમણી બાજુથી મોકલવામાં આવેલા લો ક્રોસથી ગોલ થયો, જેને સુહેલે એક ટચમાં ગોલમાં રૂપાંતરિત કર્યો. જોકે, ભારતને ટૂંક સમયમાં જ ઝટકો લાગ્યો જ્યારે એફસી ગોવાના મિડફિલ્ડર આયુષ દેવ છેત્રીને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો. આ પછી, 59મી મિનિટે, અનસોર ખાબીબોવે મુસો ખાખોરોવના ક્રોસ પર ગોલ કરીને તજિકિસ્તાનને બરાબરી અપાવી.

જોકે 85મી મિનિટે, નોર્થઈસ્ટ યુનાઈટેડના ફોરવર્ડ પાર્થિવ ગોગોઈએ, મોહમ્મદ એમનના પાસ પર ગોલ કરીને ભારતને ફરી એકવાર લીડ અપાવી. એમન હાફ-લાઈન નજીક ઇન્ટરસેપ્શન કર્યું અને પાર્થિવે ગોલકીપરને ચોકસાઈથી થ્રુ બોલ પર ડોજ કરીને બોલ નેટમાં નાખ્યો.

પરંતુ ભારતની ખુશી લાંબો સમય ટકી ન હતી. ઈજાના સમયમાં, યજમાન ટીમે બે સેટ-પીસ પર ગોલ કરીને મેચ જીતી લીધી. પહેલા મુહમ્મદ ઈકબોલે, અબુબાકર સુલેમોનોવના ફ્રી-કિક પર ગોલ કરીને સ્કોર ૨-૨ કર્યો, ત્યારબાદ અઝીઝબોયેવે કોર્નર કિક પર હેડર દ્વારા વિજયી ગોલ કર્યો.

બ્લુ કોલ્ટ્સ માટે, આ મેચ સપ્ટેમ્બરમાં યોજાનારી એફસી અંડર-23 એશિયન કપ 2026 ક્વોલિફાયરની તૈયારીઓનો એક ભાગ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande