પોરબંદર, 22 જૂન (હિ.સ.)શી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ
તથા પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તેમજ ટીમના નોડલ ઓફીસર ઋતુ રાખા સાહેબ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ગત તા.18/06/2025 ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા જાવર સરકારી માધ્યમીક શાળા પોરબંદર ખાતે ધો.9 અને 10ના આશરે 180 જેટલા બાળકોને નશીલા પદાર્થોથી તથા નુકશાન તથા માદક પદાર્થના ઉપયોગ તથા હેરા ફેરીથી થતી આડ અસરો બાબતે જાગૃતી કેળવવા માટે એવરનેસ કરી સપથ લેવડાવ્યા હતા તેમજ પેમ્પલેટ આપી ડ્રગ્સ એક્ટીવીટીના હેલ્પલાઇન નં.1933 ની માહીતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને સૈલ્ફ ડિકેન્સ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તે માટે જાણકારી, ગુડ ટય બેડ ટચ એવરનેસ કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને લગત સી ટીમની કામગીરી કરેલ તેમજ વિદ્યાર્થીની બહેનોને ઘરેલુ હિંસા, શારીરિક-માનસીક ત્રાસ,જાતીય શોષણના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માર્ગદર્શન તેમજ નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ POCSO તેમજ મહિલા હેલ્પલાઇન 181 ની વિગતવાર માહિતી આપેલ બાળકોને ચિલ્ડ્રન હેલ્પલાઈન નંબર 1098 વિશેનો ઉપયોગ કેમ કરવો એના વિશે પણ માહિતગાર કરેલ અને ટ્રાફીક ના નિયમો અંગે સમજ કરેલ તથા સાથબર ક્રાઇમથી થતા ફ્રોડ બાબતે માહિતી તેમજ હેલ્પ લાઈન નંબર 181 અને 112 અને ઈમરજન્સી નંબર 100 વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે, પી.એસ.આઈ બી.આર.પટેલ, પી.એસ.આઇ પી.આર.રાઠોડ, UHC પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ,UPC કે.કે.ઓડેદરા તથા WALR કે.બી.ગોઢાણીયા જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya