25 જૂન ૨૦૨૫ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે.અંદાજે કુલ 1800 થી વધુનો સ્ટાફ મતગણતરીમાં બજાવશે ફરજ
અંબાજી,24જુન (હિ. સ) ગ્રામ પંચાયત ચૂંટણી 2025અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૨૨ ગ્રામ પંચાયત ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. 322 પંચાયત પૈકી 303 ગ્રામ પંચાયત સામાન્ય તથા 19 ગ
BANASKANTHA MA AVTIKALE MATGANATARI૨


BANASKANTHA MA AVTIKALE MATGANATARI૧


BANASKANTHA MA AVTIKALE MATGANATARI


અંબાજી,24જુન

(હિ. સ) ગ્રામ

પંચાયત ચૂંટણી 2025અંતર્ગત

બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૨૨ ગ્રામ પંચાયત ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

થયું હતું. 322 પંચાયત

પૈકી 303 ગ્રામ

પંચાયત સામાન્ય તથા

19 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું હતું. સામાન્ય

ચૂંટણીની 303 પંચાયત

ખાતે જિલ્લામાં સરેરાશ કુલ 83.50 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે 19 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ

કુલ 63.24 ટકા

મતદાન નોંધાયું હતું..

જિલ્લામાં 25 જૂન 2025 ના રોજ દરેક તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે. જિલ્લામાં અંદાજે કુલ

1800 થી વધુનો

સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવશે. તાલુકા વાઇઝ વાત કરીએ તો પાલનપુર તાલુકા માટે

માયનિંગ બ્લોક,સરકારી

ઇજનેરી કોલેજ જગાણા ખાતે, વડગામ તાલુકા માટે વી.જે.પટેલ હાઈસ્કુલ વડગામ ખાતે, દાંતા તાલુકા માટે પ્રથમ માળ સર

ભવાનીસિંહ વિદ્યાલય દાંતા, અમીરગઢ તાલુકા માટે રૂમ નંબર 6 થી 12, પગાર કેન્દ્ર શાળા અમીરગઢ, ડીસા તાલુકા માટે ડી.એન.પી ગર્લ્સ

પ્રાથમિક વિભાગનું બિલ્ડીંગ, કાંકરેજ તાલુકા માટે રૂમ નંબર ૧૦ થી 14,

મોડેલ સ્કૂલ રતનપુરા, ધાનેરા તાલુકા માટે કે આર્ટસ એન્ડ

કોમર્સ કોલેજ, દાંતીવાડા

તાલુકા માટે મોડેલ સ્કૂલ દાંતીવાડા, દિયોદર તાલુકા માટે મોડેલ સ્કૂલ દિયોદર, લાખણી તાલુકા માટે મામલતદાર કચેરી

તાલુકા સેવા સદન લાખણી, થરાદ તાલુકા માટે સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ થરાદ, વાવ તાલુકા માટે મોડેલ સ્કૂલ વાવ, સુઈગામ તાલુકા માટે તાલુકા સેવા સદન

સુઈગામ, ભાભર

તાલુકા માટે મોડેલ સ્કૂલ ભાભર ખાતે મત ગણતરી હાથ ધરાશે. દરેક તાલુકા વાઇઝ ચુસ્ત

પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજે 125 થી 135 નો સ્ટાફ મત ગણતરીમાં જોડાશે.

સામાન્ય/ વિભાજન/ વિસર્જન/ પેટા ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણી

અન્વયે સવારના 9.00 કલાકથી

તાલુકામાં નિયત કરેલ મતગણતરી સેન્ટર ખાતે કુલ- 1800 જેટલા મતગણતરી સ્ટાફની મદદથી મતગણતરી

યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande