ગીર સોમનાથ 24 જૂન (હિ.સ.) જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ ૧૪૫ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં ૧૭૧ મી.મી. અને સૌથી ઓછો ગીર ગઢડા તાલુકામાં ૧૦૩ મી.મી. વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં થોડા દિવસથી પડી રહેલા વરસાદને કારણે જિલ્લામાં સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં પડી રહેલા વરસાદની વાત કરીએ તો, તા.૨૩-૦૬-૨૦૨૫ને સાંજના ૪ વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ વરસાદમાં તાલાલામાં ૧૬૯ મી.મી., ઉનામાં ૧૨૯ મી.મી., કોડિનારમાં ૧૩૫ મી.મી., સુત્રાપાડામાં ૧૭૧ મી.મી., વેરાવળ-પાટણમાં ૧૬૫ મી.મી. અને ગીર ગઢડામાં ૧૦૩ મી.મી. વરસાદ નોંધાયો છે.
આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ ૧૪૫.૩૩ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ ગીર ગઢડા તાલુકામાં નોંધાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ