પાટણ જિલ્લાના  કુલ 10 સરકારી ITI સેન્ટર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
પાટણ, 4 જૂન (હિ.સ.)નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગરના તહેતુ વર્ષ 2025ના સત્ર માટે ITI પ્રવેશ પ્રક્રિયા 24 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે. પાટણ જિલ્લામાં કુલ 10 સરકારી ITI સેન્ટર્સમાં પ્રવેશ આપવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયામાં પાત્રતા ધરાવતા
પાટણ જિલ્લાના  કુલ 10 સરકારી ITI સેન્ટર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ


પાટણ, 4 જૂન (હિ.સ.)નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગરના તહેતુ વર્ષ 2025ના સત્ર માટે ITI પ્રવેશ પ્રક્રિયા 24 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે. પાટણ જિલ્લામાં કુલ 10 સરકારી ITI સેન્ટર્સમાં પ્રવેશ આપવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયામાં પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો ભાગ લઈ શકે છે.

આ પ્રવેશ પાટણ, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર (મહિલા), રાધનપુર, સાંતલપુર, બાલીસણા, સિદ્ધપુર અને વાગડોદ જેવા ITI સેન્ટર્સમાં ઉપલબ્ધ છે. આ તમામ કેન્દ્રોમાં NCVT અને GCVT પેટર્ન મુજબના વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

https://itiadmission.gujarat.gov.in પર જઈને ઑનલાઇન ફોર્મ ભરી અને રજિસ્ટ્રેશન ફી ભરવી રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025 છે. નોડલ ITI પાટણના આચાર્યના જણાવ્યા અનુસાર, તમામ પાત્ર ઉમેદવારોને સમયસર અરજી કરવાની અપીલ કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande