પાટણમાં 478.4 લાખના, ત્રણ માર્ગ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ત્રણ મહત્વપૂર્ણ માર્ગોની નિર્માણ કામગીરીના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ત્રણે પ્રોજેક્ટ્સ માટે કુલ 478.4 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ
પાટણમાં 478.4 લાખના ત્રણ માર્ગ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો


પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ત્રણ મહત્વપૂર્ણ માર્ગોની નિર્માણ કામગીરીના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ત્રણે પ્રોજેક્ટ્સ માટે કુલ 478.4 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ, તાલુકા પ્રમુખ શ્રવણસિંહ ઠાકોર તથા અનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ પ્રોજેક્ટ હેઠળ નાયતાથી નાના વેલોડા સુધીના માર્ગનું રીસર્ફેસિંગ કાર્ય 270 લાખ રૂપિયાના ખર્ચે થશે. બીજું કામ પાટણ-ઊંઝા હાઈવે ઉપર ડુંગળીપુરા, બાબરી મંદિર થકી હાસાપુર સુધીના માર્ગના વિકાસનું છે, જે માટે 108.4 લાખ રૂપિયાનો ખર્ચ નિર્ધારિત છે. ત્રીજા પ્રોજેક્ટમાં અનાવાડા ગામના સ્મશાનથી સરસ્વતી પરા સુધીના રોડનું રિસર્ફેસિંગ કાર્ય 100 લાખ રૂપિયાના ખર્ચે કરાશે.

આ ત્રણે માર્ગ પ્રોજેક્ટ્સના અમલથી સ્થાનિક રહેવાસીઓને દૈનિક વાહન વ્યવહારમાં સરળતા મળશે અને આસપાસના વિસ્તારો વચ્ચે યાતાયાત સુવિધા મજબૂત થશે, જેને કારણે વિસ્તારનો વિકાસ વધુ ઝડપથી શક્ય બનશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande