સિધ્ધપુરમાં નવીન શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરાઈ
પાટણ, 4 જૂન (હિ.સ.)તાજેતરમાં સિધ્ધપુરમાં શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપતા પક્ષ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખના હોદ્દા ઉપર નવી વરણી કરવામાં આવી છે જેને સ્થાનિક કોંગ્રેસી અગ્રણીઓએ વધાવી છે. સિધ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખના પદે કિરણ ઠાકોર અત્યાર સુધી
સિધ્ધપુરમાં નવીન શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરાઈ


સિધ્ધપુરમાં નવીન શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરાઈ


સિધ્ધપુરમાં નવીન શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરાઈ


પાટણ, 4 જૂન (હિ.સ.)તાજેતરમાં સિધ્ધપુરમાં શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપતા પક્ષ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખના હોદ્દા ઉપર નવી વરણી કરવામાં આવી છે જેને સ્થાનિક કોંગ્રેસી અગ્રણીઓએ વધાવી છે.

સિધ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખના પદે કિરણ ઠાકોર અત્યાર સુધી કાર્યરત થતા પરંતુ કેટલાક કારણોસર તેઓએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ પક્ષ દ્વારા આ હોદ્દા ઉપર નવી વરણી કરવામાં આવી છે. સિધ્ધપુર કોંગ્રેસના પીઢનેતા બીપીનભાઈ દવેની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઇ દેસાઈ દ્વારા નવીન શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા સ્થાનિક અગ્રણીઓ દશરથભાઈ પટેલ સહિતના નેતાઓએ બીપીનભાઈ દવેને શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande