ભારત વિકાસ પરિષદ, સિદ્ધપુર નો પદગ્રહણ સમારંભ યોજાયો.
પાટણ, 4 જૂન (હિ.સ.)ભારત વિકાસ પરિષદ સિદ્ધપુર શાખા નો પદગ્રહણ સમારંભ ઉર્વેશભાઈની પંડ્યા ની અધ્યક્ષતામાં તપોભૂમિ સિધ્ધપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આગામી વર્ષ 2025-26 માટે પ્રમુખ તરીકે અતુલભાઇ રામી મંત્રી તરીકે નિલેશભાઈ ભટ્ટ ખજાનચી તરીકે વિશાલ જોશી, મહ
ભારત વિકાસ પરિષદ, સિદ્ધપુર નો પદગ્રહણ સમારંભ યોજાયો.


ભારત વિકાસ પરિષદ, સિદ્ધપુર નો પદગ્રહણ સમારંભ યોજાયો.


ભારત વિકાસ પરિષદ, સિદ્ધપુર નો પદગ્રહણ સમારંભ યોજાયો.


પાટણ, 4 જૂન (હિ.સ.)ભારત વિકાસ પરિષદ સિદ્ધપુર શાખા નો પદગ્રહણ સમારંભ ઉર્વેશભાઈની પંડ્યા ની અધ્યક્ષતામાં તપોભૂમિ સિધ્ધપુર ખાતે યોજવામાં આવ્યો હતો.

આગામી વર્ષ 2025-26 માટે પ્રમુખ તરીકે અતુલભાઇ રામી મંત્રી તરીકે નિલેશભાઈ ભટ્ટ ખજાનચી તરીકે વિશાલ જોશી, મહિલા સંયોજક તરીકે કોકીલાબેન પટેલ, પૂજાબેન શુક્લ, હેતલ ભટ્ટ, સંગીતાબેન મોઢ યુવા સંયોજક (ક્રિકેટ) તરીકે ચિંતન મેવાડા, જૈમિન પટેલ વગેરે હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી વંદેમાતરમ્ નું સામુહિક ગાન કરવામાં આવ્યું હતું.

મહિલા પાંખ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની મહા કથા તેમજ યુવા તેમજ પર્યાવરણ પ્રકલ્પ દ્વારા વૃક્ષારોપણ તેમજ જાળવણી નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉર્વેશ પંડ્યા ઉપરાંત સુનિલભાઈ પરીખ, પ્રકાશ સ્વામી, કનુ પટેલ, સંજયભાઈ શેઠ, કલ્પેશ પંડ્યા, ગૌરાંગ શુક્લ, ડો.દિનેશભાઈ પટેલ, ઉમેશ મોઢ વિગેરે સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande