રાણાવાવ શહેરમાં જુગાર રમી રહેલા 5 શખ્સો ઝડપાયા
પોરબંદર, 9 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં જુગરીઓ સામે પોલીસે લાલ આંખ કરી હોય તેમ રાણાવાવ શહેરમાં રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલ 5 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે જુગરીઓ પાસે થી રોકડ રકમ,મોબાઈલ અને બાઈક મળી કુલ એક લાખ થી વધુનો મુદામાલ કબ્જે કર
રાણાવાવ શહેરમાં જુગાર રમી રહેલા 5 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 9 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં જુગરીઓ સામે પોલીસે લાલ આંખ કરી હોય તેમ રાણાવાવ શહેરમાં રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલ 5 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

પોલીસે જુગરીઓ પાસે થી રોકડ રકમ,મોબાઈલ અને બાઈક મળી કુલ એક લાખ થી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. રાણાવાવ શહેરના એકતા આર્કેટ સોસાયટીમાં રહેતા લીલાભાઈ રણમલભાઈ કડછા નામનો શખ્સ પોતાના અંગત ફાયદા માટે બહાર થી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહેલ હોવાની બાતમી રાણાવાવ પોલીસને મળતા રાણાવાવ પોલીસે એકતા આર્કેટ સોસાયટીમાં લીલાભાઈ કડછાના રહેણાંક મકાનમાં રેડ કરતા જુગાર રમી રહેલ 1) લીલાભાઈ રણમલભાઈ કડછા 2) રમેશ વાલજીભાઈ મોકરિયા 3) આંબાભાઈ ટપુભાઈ વાઘેલા 4) લાલજીભાઈ વાલજીભાઈ લાખાણી 5) ભાણજીભાઈ ભીમજીભાઇ ભોગયતાને રોકડ રકમ 25,400, મોબાઈલ નંગ-5, મોટરસાઇકલ નંગ- 4 કુલ મળી 1.30,400ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમી રહેલ પાંચ શખ્સો સામે જુગાર ધારાની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande