નવી દિલ્હી, 9 જૂન (હિ.સ.). ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર સ્વીડનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય આઈડીઈએ સ્ટોકહોમ કોન્ફરન્સ ઓન ઇલેક્ટોરલ ઇન્ટિગ્રિટીમાં મુખ્ય ભાષણ આપશે. આ કોન્ફરન્સ 10-12 જૂનના રોજ યોજાઈ રહી છે. અગાઉ, સીઈસી સ્વીડનમાં ભારતીય ડાયસ્પોરા સાથે મુલાકાત કરી હતી.
ચૂંટણી પંચે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સીઈસી જ્ઞાનેશ કુમારે ભારતીય પ્રવાસીઓ સાથેની બેઠકમાં ચૂંટણી પંચની વિવિધ પહેલો અને કાર્યક્રમોની ચર્ચા કરી હતી. તેમણે ઓનલાઈન મતદાર નોંધણી પ્રણાલી અને પોસ્ટલ બેલેટ મેનેજમેન્ટ સિસ્ટમ (ઈટીપીબીએમએસ) ના ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન જેવી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો, જે સ્થળાંતરિત મતદારોની ભાગીદારી વધારવા માટે રચાયેલ છે.
સ્ટોકહોમ કોન્ફરન્સ વિશ્વભરના ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ, નીતિ નિર્માતાઓ અને સંસ્થાકીય નેતાઓને એકસાથે લાવશે. આ કોન્ફરન્સમાં ડિજિટલ વિક્ષેપ, ચૂંટણી સુરક્ષા, આબોહવા જોખમો અને ચૂંટણીમાં કૃત્રિમ બુદ્ધિની ભૂમિકા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
સીઈસી જ્ઞાનેશ કુમારની આ મુલાકાત, વૈશ્વિક લોકશાહી સહયોગ અને ચૂંટણી વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ પરિષદમાં 50 થી વધુ દેશોમાંથી 100 થી વધુ સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ